તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:વિદ્યાર્થીઓ ઘટી જતાં શિક્ષણ સાધના સ્કૂલ બંધ કરવી પડી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિદ્યાર્થીઓને નજીકની સરકારી સ્કૂલમાં પ્રવેશ અપાયો

હરણી-વારસિયા રિંગ રોડ સ્થિત શિક્ષણ સાધના નોન-ગ્રાન્ટેડ સ્કૂલ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોવાથી બંધ કરી દેવાઈ છે. ધો.1 થી 8 ચલાવતી આ શાળામાં 36થી ઓછા વિદ્યાર્થી હોવાથી નિયમ પ્રમાણે બંધ કરાઈ છે. વિદ્યાર્થીઓને નજીકની સરકારી શાળામાં પ્રવેશની પ્રક્રિયા હાથ ધરાઇ છે. હરણી-વારસિયા રિંગ રોડની શિક્ષણ સાધના નોન-ગ્રાન્ટેડ સ્કૂલમાં ધો.1થી 8ના વર્ગ હતા. જોકે ધો.1થી 8ના મળી માત્ર 35 વિદ્યાર્થી હોવાથી શાળા બંધ કરવાની દરખાસ્ત સ્કૂલ સંચાલકો દ્વારા કરાઈ હોવાની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અપાઈ હતી.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી શાળા બંધ કરવાની દરખાસ્ત કરી હતી. જેના આધારે શાળામાં જે વિદ્યાર્થી હતા તેમને નજીકની સરકારી સ્કૂલમાં પ્રવેશ આપવા કાર્યવાહી હાથ ધરાઈ છે. વાલીઓ જાતે બાળકોનાં એલસી લઇને અન્ય શાળાઓમાં પ્રવેશની કાર્યવાહી કરવી હશે તે કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...