તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપોઝ:વડોદરા આવાસ યોજના કૌભાંડઃ કૌભાંડીઓએ 43 નામ ઉપરાંત 200થી વધુ લાભાર્થીના ઘર નંબર-ફ્લોર પણ બદલ્યાં, 5 નામનું સેટિંગ કરવામાં 350 પરિવારના સ્વપ્ન રોળાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ આવાસોના મૂળ ડ્રો મુજબની યાદી આખરે જાહેર કરી, મળતિયાઓના મનસૂબા પર પાણી
  • મૂળ લાભાર્થીનું જ ઘરનું સપનું સાકાર થશે
  • કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને નિશિથ પીઠવાના રિમાન્ડ આજે પૂરા થશે, પોલીસ 43 લાભાર્થીની પૂછપરછ કરશે

પાલિકાના આવાસ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ડ્રો મુજબની યાદી તૈયાર કરી વેબસાઇટ પર મૂકવામાં આવી છે. જેમાં 43 નામો નવાં આવ્યાં છે, જેમનું ઘરના ઘરનું સપનું તા.7મીએ ચોક્કસ નામો ઘૂસાડવાની પેરવીના કારણે રોળાઇ ગયું હતું. જોકે ફરીથી ચકાસણી કરીને મૂળ 43 લાભાર્થીઓને ફરીથી ન્યાય આપવવાનો પ્રયાસ થયો છે. કૌભાંડીઓએ બદલી કાઢેલી યાદીમાં 200થી વધુ લાભાર્થીના ઘર નંબર અને ફલોર પણ બદલી કઢાયા છે.

વિકાસ દિવસે સયાજી નગર ખાતે 382 આવાસો માટે મંત્રી યોગેશ પટેલના હસ્તે ડ્રો કરાયા બાદ ફરીથી ડ્રો રન કરાતાં વિવાદ સર્જાયો હતો. 382 આવાસોના ડ્રોમાં ચોક્કસ 5 નામોનું સેટિંગ કરવાની લ્હાયમાં ખેલાયેલા ખેલમાં 350 પરિવારો અટવાઈ પડ્યા છે. 300થી વધુ મકાનોના નંબર તો કેટલાકના ફ્લોર, ટાવર સુધ્ધાં બદલાઈ ગયા છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાના કહેવાથી નિશિથ પીઠવાએ બદલેલી યાદી પાલિકાની વેબસાઈટ પર બે દિવસે સુધી અપલોડ રહી હતી.

આખરે કૌભાંડનો પર્દાફાશ થતાં પાલિકાએ યાદી સ્થગિત કરાવી નવેસરથી ડ્રો મુજબની યાદી શુક્રવારે રાતે નવી યાદી વેબસાઇટ પર અપલોડ કરાવી હતી. જેમાં 43 નામ સદંતર બદલાઈ ગયાં હતાં પણ 300થી વધુ મકાનોના તો બધા નંબર જ બદલાઈ ગયા હતા તો કેટલાકના ફલોર અને ટાવરમાં પણ ફેરબદલ થયો છે. જેમાં ભળતી યાદીમાં 2જો કે ત્રીજો ફ્લોર જેને આવ્યો હતો તેને 7મો માળ મળ્યો છે તો કેટલાકની તો બિલ્ડિંગ જ બદલાઈ ગઈ છે.

ક્રાઇમ બ્રાન્ચે પાલિકા આવાસ ડ્રો કૌભાંડના આરોપી પ્રમોદ વસાવા અને નિશિથ પીઠવાના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે,જે રવિવારે પૂરા થશે. પોલીસ યાદીમાં નવા ઉમેરાયેલા લોકોના ફોર્મ ચકાસી દરેકની પૂછપરછ કરશે.

વિધાનસભામાં પડઘો પાડીશું : કોંગ્રેસ
આવાસ યોજનાના કૌભાંડમાં વિધાનસભામાં પડઘો પાડવા માટે પ્રદેશ કોંગ્રેસ તરફથી રણનીતિ તૈયાર કરાઇ છે સાથે વડોદરા પાલિકાના પીપીપી મોડેલની આવાસ યોજનાના કરતૂતોનો પણ પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

કૌભાંડનો કાળો ચિઠ્ઠો: આ 43 લાભાર્થીનાં નામ નવી યાદીમાં ઘૂસાડ્યાં હતાં

ન.સ્કીમમૂળ લાભાર્થીફ્લેટ નં.બદલાયેલા નામફ્લેટ નં.
1સયાજીપુરારાણા જ્યોત્સનાA-504સુનિતા ફાડેA-504
2સયાજીપુરાજશી રાઠોડB-207દક્ષેશ શાહB-207
3સયાજીપુરાકમલેશ ગુપ્તાC-708શ્યામરાવ મહાડીકC-708
4સયાજીપુરારમેશ સોલંકીA-205શાહ જ્યોતિA-205
5સયાજીપુરાખરકર શારદાબેનG-403સુનિલ કહારG 403
6સયાજીપુરાપરમાર રજનીકાંતD-103કપિલા પરમારD-103
7સયાજીપુરાકપૂરે કવિતાબેનG-607સોલંકી પ્રીતિB-603
8સયાજીપુરામીનાબેન દવેC-505રાવલ દમીનાબેનE-707
9સયાજીપુરાગીતા મિસ્ત્રીG-403જગદીશ ચૌધરીC-707
10સયાજીપુરાઅનિલ માછીE-701મહેશ મકવાણાE-301
11સયાજીપુરામનોજ શિવચરણD-103બેરવા સરોજબેનE-303
12સયાજીપુરારોહિત રાજપૂતE-301હિના સોલંકીC-505
13સયાજીપુરાગીતા રાણાC-101મુરજાણી ભગવાનB-602
14સયાજીપુરારાજેશ વણકરE-303જ્યોત્સના મકવાણાE-608
15સયાજીપુરાકૌશિક મહેતાD-506વિજય પ્રજાપતિD-506
16સયાજીપુરાલીલાબેન મારવાડીB-701તલેલે વર્ષાC-701
17સયાજીપુરાદિવ્યા સોલંકીD-705સુરેશ પરમારD-705
18સયાજીપુરાસોલંકી વીણાબેનC-707હેમંત દવેD-605
19સમાધર્મેશ ભાવસારE-104પ્રિયંકા પટેલE-104
20સમાસંઘાડિયા કમલેશC-101અમિત પરમારD-603
21સમાસરોજબેન મિસ્ત્રીD-603સુરેન્દ્ર સિંઘE-501
22સમાવિજય પટેલB-701બાબુ અંટાલાB-701
ન.સ્કીમમૂળ લાભાર્થીફ્લેટ નં.બદલાયેલા નામફ્લેટ નં.
23સયાજીપુરાદર્શન વાઘG-602મહેશ ગાટેG-602
24સયાજીપુરાચંદ્રકાંત વણકરM-302વિજય માળીM-302
25સયાજીપુરાશીતલ ગવલીC-703નૈનેશ રાણાE-705
26સયાજીપુરામહેશ સોલંકીE-406કનુ વણકરC-103
27સયાજીપુરાસરોજ બેરવાC-103મનોજ શિવચરણE-603
28સયાજીપુરાઅનિતા મોરેC-606શિરીષ પરમારC-703
29સયાજીપુરાશિરીષ પરમારB-605રેશમા જાધવB-605
30સયાજીપુરાસંદીપ વિશ્વકર્માD-202સન્ની ગોહિલE-602
31સયાજીપુરાઉષા બારીયાB-705દિવ્યા સોલંકીD-401
32સયાજીપુરાગગાંમલે અર્જુનD-705દીપિકા વરિયાD-705
33હરણીભાવિન દુબેA-202વસંત રાવલA-202
34હરણીભરત પંડ્યાA-706દીપેશ બેમલેકરA-706
35તાંદળજાનાગોરી રાબીયાB-402મહેબૂબખાન પઠાણB-402
36વાસણાભાવિન શાહA-502નિશીત શાહA-502
37સયાજીપુરાતેજુબેન ગોહિલJ-702જ્યોત્સના પરમારJ-103
38સયાજીપુરાકમલેશ રાણાF-306મીનાબેન સોલંકીI-102
39હરણીસોલંકી અર્જુનA-404પારુલ ત્રિવેદીA-404
40અટલાદરાચાવડા હિતેન્દ્રસિંહD-302શિવમ શાહD-302
41અટલાદરામીન્ટુ વિશ્વકર્માF-504યોગેન્દ્રસિંહ રાણાF-504
42અટલાદરાહિના વૈદ્યF-701જ્યેન્દ્ર વસાવાF-701
43સયાજીપુરા---------------માનસિંહ પ્રજાપતિN-704

42 નામો નવી યાદીમાં બદલાયા હતા. જયારે 43મું નામ ડ્રોની અસલ યાદીમાં જ ન હતું.

કેટલાકનાં નામ ચોથાથી સીધાં સાતમા માળે પહોંચી ગયા, ટાવર બદલાઈ ગયા
આવાસ ફાળવણી કૌભાંડમાં કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાની સૂચનાથી બદલાયેલી યાદીમાં ડ્રોમાં ચોથા માળે ફાળવાયેલા લાભાર્થીઓના ઘર નવી યાદીમાં સીધા સાતમા માળે અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...