કાર્યવાહીમાં ખુલાસો:સાંડેસરા બંધુની અમેરિકા-બ્રિટન સહિત 6 દેશમાંથી સંપતિ મળી આવી; ઇન્કમટેક્સે સ્ટર્લિંગ બાયોટેક અને તેના પ્રમોટર્સ સામે કેસ દાખલ કર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ અને તેના પ્રમોટર્સ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સામે આવકવેરા વિભાગે બ્લેક મની એન્ડ ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015 (ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) હેઠળ કેસ દાખલ કર્યો છે . જેમાં 6 દેશમાં તેમની સંપતીઅો મળી અાવી છે. અાઇટી વિભાગે વિદેશની બેંકોમાં 50થી વધુ ખાતા અને અન્ય સંપતિ શોધી કાઢી છે. ભારતીય બેંકો સાથે રૂ 8,100 કરોડની છેતરપિંડી કરીને સાંડેસરા પરિવાર ભારતમાંથી ફરાર થઇ ગયો છે અને આલબેનિયા તથા નાઇજિરાયાએ તેઓ આશ્રય લઇ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

સ્ટર્લિંગ બાયોટેક જૂથના ચાર પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી ચેતન સાંડેસરા અને હિતેશ પટેલ ભારતની વિવિધ બેંકોમાંથી રૂ. 8,100 કરોડથી વધુની લોન લઈને ફરાર થઈ ગયા છે. હજુ પણ ભારતીય બેંક સિસ્ટમમાં રહેલી ખામીઓનો લાભ ઉઠાવીને તેઓ આ કેસમાંથી છટકવાના પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં એક પ્રયત્ન એવો પણ કરવામાં આવ્યો છે કે તેઓ રૂ. 8,100 કરોડની બાકી લોન સામે વન ટાઇમ સેટલમેન્ટ યોજના અંતર્ગત રૂ 2,638 કરોડ ચુકવવા તૈયાર છે અને આ માટે તેઓએ ડિસેમ્બર 2021 સુધીની મુદ્દત માગી છે.

અન્ય સમાચારો પણ છે...