આક્ષેપ:યુનિ.ના સફાઇ કામદારોનો પગાર સમયસર નથી થતો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટર કામદારોનું શોષણકરતા હોવાનો આક્ષેપ

યુનિ.ને ચોખ્ખી રાખતા સફાઇ કામદારોની હાલત કફોડી જોવા મળી રહી છે. એમ.એસ.યુનિવર્સિટીના સફાઈ કામદારોને 20 તારીખ સુધી પગાર મળતો નથી. સફાઇ કોન્ટ્રાકટર દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપો કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીમાં આપવામાં આવતા વિવિધ કોન્ટ્રાકટમાં કર્મચારીઓનું આર્થીક શોષણ થતું હોવાના આક્ષેપો વારં વારં કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે યુનિવર્સિટીમાં રોજે રોજ સફાઇ કરતાં કામદારોને સમયસર પગાર આપવામાં આવતો ના હોવાનું જાણવા મળ્યું છે.

સફાઇ કામદાર બહેનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોન્ટ્રાકટર દ્વારા સમય પર પગાર આપવામાં આવતો નથી. ઉત્તરાયણનો તહેવાર હોવાથી પગાર માગવા ગયા હતા પણ કોન્ટ્રાકટર દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ અંગે યુનિવર્સિટી સત્તાધીશોને પણ રજૂઆતો કરી હોવા છતાં પણ પગાર ચૂકવવામાં અખાડા કરવામાં આવી રહ્યા છે.

તહેવારો સમયે પણ પગાર ચૂકવવામાં આવતો ના હોવાથી સફાઇ કામદાર બહેનોની હાલત કફોડી બની જવા પામી હતી. નજીવા પગારમાં કામ કરતાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપો થતાં હોવા છતાં પણ સત્તાધીશો કોઇ પ્રકારની તપાસ કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...