તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિલંબ:સહકાર નગર આવાસનો વિવાદ 7ને બદલે 14 ફ્લોર કરવા પડશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષે તલાવડી-ધાર્મિક સ્થાનોને કારણે બાંધકામ શરૂ ન થયું
  • 1428 લાભાર્થીને બિલ્ડરે ભાડું ન આપતા પાલિકા પર ભારણ

શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સહકાર નગરની જમીન પર આવાસો ચાર વર્ષ પછી પણ હજી સુધી બંધાયા નથી અને હવે તેના ઉકેલ માટે અાવાસ યોજનામાં બિલ્ડિંગના 7ના બદલે 13 કે 14 માળ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકભાગીદારીના પ્રોજેક્ટ હેઠળ સ્લમ રીહેબીલીટેશનના ભાગરૂપે તાંદલજાના સહકાર નગર ખાતે કુલ 44,010 ચોરસ મીટર જમીન પર કુલ 1428 ઝૂંપડાઓને પાકા આવાસો અને 78 દુકાનો બનાવવા માટે કોન્ટ્રાક્ટ મેસર્સ ક્યૂબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડને આપવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટમાં 1,428 ઝૂંપડા 2 જુલાઈ, 2017ના રોજ દૂર કરીને દર મહિને ઝૂંપડાવાસીઓને મે 2019 સુધી રૂા. 2000 પ્રતિમાસ ભાડું ચૂકવવામાં આવ્યું હતું. ત્યારબાદ બિલ્ડર દ્વારા આર્થિક ભારણના બહાના હેઠળ ઝૂંપડાવાસીઓને ભાડું ચૂકવવાનું બંધ કરી દેવાયું હતું. જેને કારણે 1428 લાભાર્થીઓને પાલિકા ભાડું ચૂકવાઇ રહ્યું છે. દરમિયાન તાંદલજા સહકાર નગર પાસે તળાવ હોવાનો વિવાદ સર્જાતાં તળાવની જગ્યા છોડી દીધા બાદની જમીન માપી બિલ્ડરને સુપ્રત કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોના મહામારી તથા લોકડાઉનના કારણે પ્રોજેક્ટમાં કોઈ પ્રગતિ થઈ ન હતી.

ત્યારબાદ પ્રોજેક્ટનું પ્લાનિંગ રજુ કરવા તેમજ તે અંગે નકશા મૂકી બાંધકામ પરવાનગી શાખામાં મંજૂરી અર્થે રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.પરંતુ તેમ છતાં બિલ્ડર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. જેથી આ પ્રોજેક્ટ માટે આપવામાં આવેલા કબજા પાવતીના આધારે કુલ 43,834 ચોરસ મીટર જમીનમાં 4200 ચોરસ મીટર તળાવની જમીન ખુલ્લી રાખી પ્લાનિંગ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા અગાઉ બિલ્ડર ક્યુબ કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારીને જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા લાભાર્થીઓને ભાડુ ચૂકવવામાં આવતું હોવાથી પાલિકા પર આર્થિક ભારણ થઈ રહ્યું છે.

ધાર્મિક સ્થળો ઉપરાંત તલાવડીના કારણે લગભગ 4500 ચોરસ મીટર જેટલી જમીનનો ઉપયોગ થઈ શકે તેમ નથી અને તેના કારણે પ્રીમિયમની રકમને લઈને પણ વિવાદ થયો હતો. આ સંજોગોમાં, મૂળ 7 ફ્લોરની સ્કીમ 13 કે 14 માળની કરાવવાની દિશામાં પાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...