વિવાદ:રશિયન યુવતીએ મહિલાને કહ્યું, તારા પતિ થકી આ બાળક થયું છે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રશિયન યુવતીને મસાજ પાર્લરમાં નોકરી રાખી અનૈતિક સંબંધ બાંધ્યા હતા
  • બાળકને પિતાનું નામ આપી ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

શહેરમાં યપ સ્પા નામનું મસાજ પાર્લર ચલાવતા શખ્સે મસાજ પાર્લરમાં કામ કરતી રશિયન યુવતી સાથે અનૈતિક સંબંધો રાખ્યા હોવાનો આરોપ તેની પત્નીએ લગાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મહિલાએ આક્ષેપ લગાવ્યો કે, રશિયન યુવતી સાથેના અનૈતિક સંબંધથી બાળકનો જન્મ થયો હતો અને તેના પતિએ આ બાળકના નામ પાછળ તેનું નામ આપ્યું હતું.

અકોટામાં ક્લાસિક કોમ્પ્લેક્સમાં રહેતા અને શહેરમાં અનેક જગ્યાએ યપ મસાજ પાર્લર ધરાવતા પરેશ સુરેશભાઈ પટેલ અને રશિયાની યુવતી હનના ચૂકો સામે મહિલાએ જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 2000ના વર્ષમાં તેના લગ્ન પરેશ પટેલ સાથે થયા હતા અને તેમને 17 વર્ષનો પુત્ર પણ છે. લગ્ન પછી તેના પતિ તેને પરેશાન કરતા હતા. ત્યારબાદ તે પતિ સાથે ઓસ્ટ્રેલિયા ગયાં હતાં અને બે વર્ષ રોકાયાં હતાં. ત્યાર પછી તેઓ વડોદરા પરત આવ્યાં હતાં અને ક્લાસિક એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. તેમના પતિએ ગોત્રી સહિત શહેરનાં અલગ-અલગ સ્થળો પર યપ સ્પા નામથી ધંધો શરૂ કર્યો હતો.

ઇન્દોરના સ્પા ટ્રીટનો વ્યવસાય કરતા રાજન બાવાના સંપર્કમાં આવ્યા પછી 2014માં તેમણે રશિયાથી હનના ચૂકો અને વિક્ટોરિયા નામની બે છોકરીઓને મસાજ થેરાપી માટે રાખી હતી. થોડા સમય પછી હનના ચૂકો સાથે તેના પતિને પ્રેમ સંબંધ બંધાયો હતો. 2015માં રશિયાની યુવતી હનના ચૂકોએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારે તેના ઘરે આવવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ તેના પતિ પરેશ પટેલને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, હનનાને ભારતમાં સ્થાયી થવાનું હોવાથી બાળકને જન્મ આપ્યો છે અને બાળક સાથે તેને કોઇ લેવાદેવા નથી. રશિયન યુવતીએ જણાવ્યું કે, મારે ભારતના વિઝા જોઈતા હોવાથી તારા પતિ સાથે સંબંધ બાંધી બાળકને જન્મ આપ્યો છે અને વડોદરામાં નોંધણી કરાવી છે. જન્મના દાખલામાં પતિનું નામ દાખલ કરાવ્યું છેે. મહિલાએ બંનેના સંબંધોનો વિરોધ કરતાં છૂટાછેડાની માગ કરી ત્રાસ આપ્યો હતો અને કાર પણ પડાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...