રાજસ્થાનથી બસમાં લાવેલો વિદેશી દારૂનો જથ્થો રિક્ષામાંમુકીને ખોડીયારનગરમાં આપવા માટે કહીને ખેપીયો ગાયબ થઇ જતાં રિક્ષા ચાલક દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. હરણી પોલીસે દારૂ અને રિક્ષા સહિત રૂા.1,43,000નો મુદામાલ જપ્ત કરી રિક્ષા ચાલકની ધરપકડ કરી બે જણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
હરણી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોકરક્ષક દીલીપસિંહ ધર્મેન્દ્રસિંંહ અને પો.કો. રવીન્દ્રસિંહ મહેન્દ્રસિંહને મળેલી બાતમી આધારે સાંઈદીપનગરની ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા રિક્ષામાંથી ચાલક પવનકુમાર ઉર્ફ રાજ રમેશચંદ્ર ખટીક (હાલ રહે. બાપાસીતારામ સોસાયટી,આજવા રોડ) રૂા.43,200ના દારૂ સાથે પકડાયો હતો.
પવન ખટીકે પોલીસને પુછપરછમાં જણાવ્યું હતું કે ‘ રાજસ્થાનનો અનિલ મેઘવાલ રાજસ્થાનથી બસમાં દારુનો જથ્થો લઇ આવ્યો હતો અને ગોલ્ડન ચોકડીથી સાંઇદીપનગરનું રૂા.200 ભાડુ નક્કી કરી લોકેશ ખટીક (રે. ખોડીયારનગર,ન્યુ વીઆઈપી રોડ)ને દારૂ આપવાનું કહ્યું હતું અને થોડીવારમાં આવું છું એમ કહી જતો રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.