દ્વિધાનો અંત:ફરવા ગયા બાદ કોરોના રિપોર્ટનો નિયમ વડોદરાવાસીઓ માટે નહીં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા આરોગ્ય વિભાગ કહે છે, કોરોનાનાં ચિહ્નો દેખાય તો રિપોર્ટ વ્યક્તિએ કરાવવો

સુરત કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલો નવો નિયમ વડોદરામાં લાગુ પડતો નથી. દિવાળીની રજાઓ દરમિયાન રાજ્ય બહાર જઈને પરત આવનારે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સુરતમાં બતાવવો પડશે. જોકે આ નિયમ માત્ર સુરત પૂરતો છે તેવી સ્પષ્ટતા વડોદરા આરોગ્ય વિભાગે કરી છે.

દિવાળીની રજાઓ દરમિયાન વડોદરામાંથી અંદાજે દોઢ લાખ લોકો ફરવા જનાર છે જે પૈકી કેટલાય પરિવારો સુરત ખાતે રહેતા પોતાના સ્વજનો અને પરિચિતો સાથે ગ્રુપ બુકિંગ કરાવ્યું છે તેમને સુરતના આ નવા નિયમને કારણે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઈ કાર્યવાહી થશે કે નહીં તેની ચિંતા પ્રવર્તી રહી છે જે અંગે વડોદરા આરોગ્ય વિભાગના ધ્યાને આવતા આ સ્પષ્ટતા કરવામાં આવી છે.

સુરત પાલિકા દ્વારા તાજેતરમાં પરિપત્ર જાહેર કરાયો છે જેમાં દિવાળી દરમિયાન ગુજરાત બહાર ફરવા જનારા લોકો એ પરત આવતી વખતે આર ટી સી નો રિપોર્ટ બતાવો પડશે અથવા સુરતમાં આવ્યા ની સાથે આર ટી પીસી આર ટેસ્ટ કરાવવો પડશે. જે અંગે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા આવો કોઈ પરિપત્ર કરાયો નથી આ માત્ર સુરત માટે લાગુ પડે છે રાજ્ય સરકાર દ્વારા આવી કોઈ ગાઇડલાઇન જારી કરાઈ નથી.

સુરત કોર્પોરેશને કરેલા પરિપત્રને પગલે સુરતમાં ટ્રાવેલ્સ ઉદ્યોગને અસર થવા લાગી છે તેમજ લોકોએ ડેસ્ટિનેશન વેડિંગ માટે બુક કરાવેલી બસો પણ રદ કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા પણ વડોદરામાં આવો કોઈ નિયમ છે તેની દ્વિધામાં પૂછપરછ કરી રહ્યા છે. મુખ્ય આરોગ્ય અમલદાર ડોક્ટર દેવશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રસી ના બે ડોઝ લીધા હોય તેમને દેશમાં ગમે ત્યાં ફરી શકે છે અને કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. જો કોરોના અંગેના ચિહ્નો દેખાતાં હોય તો જ ટેસ્ટ કરાવવાનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...