તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેકલોગ:RTOમાં 2 શિફ્ટમાં ડ્રાઇવિંગ ટેસ્ટને સપ્તાહનો સમય લાગશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી શિફ્ટમાં સાંજે 6:30 થી રાત્રે 10: 30 સુધી ટેસ્ટ થશે
  • 2 શિફટમાં કામગીરી થતાં રોજ વધુ 140 લોકો ટેસ્ટ આપી શકશે

રાજ્ય સરકાર દ્વારા આરટીઓમાં લાઇસન્સના બેકલોગને પગલે આગામી દિવસોમાં 6:30થી 10:30 સુધી લાઇસન્સનો ટેસ્ટ લેવા જાહેરાત કરી છે. આરટીઓને સિક્યુરિટી, લાઈટ વ્યવસ્થા તેમજ કર્મચારીઓને બે સ્વરૂપમાં કામગીરીની વ્યવસ્થા માટે આદેશ કરાયો છે. આરટીઓમાં આવતા સપ્તાહથી લાઇટિંગની વ્યવસ્થા થતાં બે શિફ્ટમાં 280 લોકોને સુવિધા મળશે.

રાજ્યમાં સુરત, અમદાવાદ જેવા મેગાસિટીમાં ટેસ્ટ ટ્રેક માટેની એપોઇમેન્ટમાં બે મહિના વેઇટિંગ સમય ચાલતો હોવાથી સરકાર દ્વારા આરટીઓને બે શિફ્ટમાં કામ કરી સવારે 6:30 થી10:30 સુધી અને કોરોનાને પગલે કર્ફ્યૂ ચાલુ છે ત્યારે રાત્રે 9:30 સુધી ટેસ્ટ લેવા આદેશ કરાયો છે. વડોદરા આરટીઓ દ્વારા જણાવ્યા મુજબ હાલ 140 લોકોનો ફોર વ્હીલર માટે ટેસ્ટ લેવાય છે, 15 દિવસનો બેકલોગ ચાલે છે. ટુ વ્હીલરમાં કોઈ બેકલોગ નથી ત્યારે આ નવા નિર્ણયથી વધુ 140 લોકો ટેસ્ટ આપી શકશે અને કર્મચારીઓની ડ્યુટી અને લાઇટની વ્યવસ્થાની કામગીરી કરી આવતા સપ્તાહથી આ સુવિધા શરૂ કરીશું.

બીજી તરફ રાત્રે હાઇવે ક્રોસ કરી સ્ટ્રીટ લાઈટ વગરના વિસ્તારમાં ટેસ્ટ આપવા જવાનું મુશ્કેલ અને જોખમી બનવાની શક્યતા છે. અકોટાનાં ધારાસભ્ય સીમાબેન મોહિલેએ જણાવ્યું કે, અમે આ વિષય પર અગાઉથી જ રજૂઆત કરીને પશ્ચિમ વિસ્તારમાં ટ્રેક માગી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...