તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વાહનોના ચેસીસ નંબરમાં RTO ફેરફાર નહીં કરી શકે

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે સત્તા પરત લીધી
  • ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાતાં વાહનો પર બ્રેક લાગશે

હવેથી વાહનોના ચેસીસ નંબરમાં બદલાવ સરકારના સેન્ટ્રલ એડમીન દ્વારા થશે. આરટીઓ પાસેથી આ સત્તા પરત લઇ લેવાઈ છે. આ નિર્ણયથી ગુનાહિત પ્રવૃત્તિ માટે વપરાતાં વાહન પર લગામ કસાશે. સામાન્ય સંજોગોમાં જૂના વાહનો બેકલોગ ન થયું હોય ત્યારે આરટીઓમાં તેનો બેકલોગ કરાય છે, તે સમયે ચેસીસ નંબરમાં ભૂલ થઈ હોય તો તેની સુધારણાની સત્તા આરટીઓ પાસે હતી.

જોકે સરકારને મળેલી ફરિયાદોને આધારે આ વાહનો ગેરકાયદે પ્રવૃતિમાં પણ સંકળાયેલા હોવાની શક્યતા વ્યક્ત થતા સરકાર હરકતમાં આવી છે. વડોદરા આરટીઓ દ્વારા આવા બદલાવવા માટેની અરજીઓ રાજ્ય સરકાર પાસે મોકલાઈ રહી છે. નવા વાહનો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ અગાઉ વાહન-4 સોફ્ટવેરમાં વાહન મેન્યુફેક્ચરર દ્વારા ચેસીસ નંબર નાખવાની વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...