તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટનો પ્રયાસ:ફૂડ ડિલિવરી સમયે વૃદ્ધા એકલાં રહેતાં હોવાની જાણ થતાં લૂંટનો પ્લાન ઘડ્યો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોત્રીમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરનાર મામા અને ભાણેજની ધરપકડ
  • કોરોનાકાળમાં બેકાર બનેલા ભાણિયાએ કડિયાકામ કરતા મામાની મદદ લીધી

તાજેતરમાં ગોત્રીમાં ભરબપોરે વૃદ્ધાના ઘરમાં ઘૂસી હુમલો કરી લૂંટની કોશિશ કરનાર મામા- ભાણિયાને પીસીબી પોલીસે દિવાળીપુરા જીઇબી ઓફિસ પાસેથી ઝડપી લીધા હતા. ફૂડ ડીલીવરી કરવા ગયેલા ભાણિયાએ વૃદ્વા એકલી રહેતી હોવાનું જાણી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં કડિયાકામ કરતા મામાની મદદ લીધી હતી.

ગોત્રીની રત્નાકર રેજન્સીમાં રહેતાં પ્રીતિબેન અનુરાગભાઇ મહેતા નામનાં 63 વર્ષીય વદ્ધા તેમના ઘેર એકલા હતા ત્યારે બપોરે 3 વાગે અમે જીઇબીમાંથી આવીએ છીએ, તમે કમ્પ્લેઇન આપી હતી, તેમ કહી 2 શખ્સ તેમના ઘેર આવ્યા હતા અને મોં દબાવી સ્ક્રૂ ડ્રાઇવર વૃદ્ધાની હથેળીમાં મારી દેતાં તેઓ લોહીલુહાણ થઇ ગયાં હતાં. વૃદ્ધાએ પાડોશીના નામની બૂમાબૂમ કરતાં બંને લૂંટારા ભાગી છૂટ્યા હતા. દરમિયાન, પીસીબી પીઆઇ જે.જે.પટેલની ટીમે બાતમીના આધારે દિવાળીપુરા જીઇબી પાસેથી 2 શંકાસ્પદ શખ્સોને બાઇક સાથે પકડી પુછપરછ કરતા તેમના નામ રામકુમાર ઉર્ફે રોનક હરીશંકર કેથવાસ (રહે, સેવાસી ગોત્રી રોડ) અને કલ્પેશ ઉર્ફે બટકો મોહન રાજપુત (રહે, અકોટા) હોવાનું બહાર આવ્યું હતું. બંને આ બનાવમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે બંનેની વધુ પુછપરછ માટે ગોત્રી પોલીસને સોંપ્યા હતા.

પોલીસે બંને મામા ભાણીયાને પકડયા બાદ પુછપરછ કરતાં ભાણીયાએ જણાવ્યું હતું કે તે અગાઉ ફુડ ડીલીવરીની કંપનીમાં નોકરી કરતો હતો અને ત્યારે તે વૃદ્ધાના ઘેર ફુડ ડિલીવરી કરવા ગયો ત્યારે તેને જાણ થઇ હતી કે આ વૃદ્ધા તેના ઘેર એકલી જ હોય છે.ત્યારબાદ કોરોનામાં નોકરી છુટી ગયા બાદ તે બેકાર બન્યો હતો. તેણે આવાસ યોજનામાં પોતાનું મકાન લીધેલું હોવાથી હપ્તા પણ ભરવાના હતા તેથી આર્થીક ભીંસમાં તેણે મોટી લૂંટ કરવાનું આયોજન કર્યું હતું જેમાં તેને આ વૃદ્ધા યાદ આવતા કડીયા કામ કરતા મામાની તેણે મદદ લીધી હતી.

વૃદ્ધાએ બૂમાબૂમ કરતાં ગભરાઇ ગયા હતા
જો કે લૂંટનો પહેલો જ અનુભવ હોવાથી વૃદ્ધાએ જયારે બુમાબુમ કરી ત્યારે મામા ભાણીયા ગભરાઇ ગયા હતા અને વૃદ્ધા પર હુમલો કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસી ટીવીની તપાસ કરીને બાઇકના નંબરના આધારે બંનેને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...