માન ન જળવાયું:વડોદરાના માર્ગોને વિભૂતિઓનાં નામ આપી દીધાં પણ બોર્ડ ઊંધા પડી ગયા; સ્થાયી અધ્યક્ષની​​​​​​​ સૂચના પછી પણ ધ્યાન અપાતું નથી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાલબાગ બ્રિજ નીચે માર્ગનું નામ દર્શાવતું બોર્ડ ઊંધું થઈ ગયું હતું. - Divya Bhaskar
લાલબાગ બ્રિજ નીચે માર્ગનું નામ દર્શાવતું બોર્ડ ઊંધું થઈ ગયું હતું.
  • નામ તો આપ્યું પણ સરખી રીતે માન ન જળવાયું

વિભૂતિ તરીકે શહેરના માર્ગને નામ આપવાની તસ્દી લેનારા પાલિકાના સત્તાધીશોએ તેના બોર્ડની જાળવણી કરવાની તસ્દી લીધી નથી અને તેના કારણે જાણે આવા બોર્ડ માન આપ્યું પણ જાળવો તો ખરા તેવી જ કાકલૂદી કરતા હોય તેવું લાગી રહ્યું છે.

સ્થાયી અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં વિવિધ પ્રશ્નોની છણાવટ કરી હતી અને તેમાં વિભૂતિઓના નામકરણવાળા બોર્ડની જાળવણી પર ભાર મૂક્યો હતો. જોકે તેમણે સૂચનાને ગંભીરતાથી લીધી નથી. શહેરના વિવિધ માર્ગોને વિભૂતીઓના નામ અપાય છે. પાલિકામાં ભાજપનું શાસન 1995થી આવ્યું ત્યાં 132 માર્ગોને જુદી જુદી વિભૂતીના નામ અપાયાં હતા અને 1995થી આજ સુધી 142 માર્ગોનું નામકરણ થયું છે. ભૂતકાળમાં રોડના નામ માટે સ્ટેન્ડ મુકાતું હતું. બદલાતા જમાનાની સાથે તેનો સુધારો કરી બોર્ડ મૂકાઈ રહ્યું છે. જોકે આ બોર્ડ કઈ હાલતમાં છે તે જોવાની તસદી પાલિકા તરફથી લેવાતી નથી.

લાલબાગથી કોઠી ચાર રસ્તા સુધીના માર્ગને છ દાયકા અગાઉ જવાહરલાલ નહેરુ માર્ગ નામ અપાયું હતું અને ત્યાં લાલબાગ બ્રિજ બની ગયો છે. જેની નીચેના ભાગે જવાહરલાલ નહેરુ રોડનું નામ દર્શાવતું બોર્ડ ઊંધું થઈ ગયું છે, પરંતુ પાલિકાની નજરે તે દેખાતું નથી. તેવી રીતે મ.સ.યુનિ.નું ગીત લખનારા સાહિત્યકાર ચં.ચી.મહેતાના નામનું બોર્ડ પ્રતાપગંજ પોલીસ ચોકીથી કાલાઘોડા તરફ જવાના ભાગ પર ધૂળ ખાઈ રહ્યું છે. જેની તે સફાઈની દરકાર લેવાતી નથી. આ બોર્ડ નીચેથી ઉખડી ગયું છે પણ તેના પર તંત્રની નજર પડી નથી. આ સિવાય અન્ય વિભૂતિઓના નામના બોર્ડ પર ધૂળ જામી ગઈ છે અને તેના પર ઘણા ઠેકાણે નામના અક્ષર નીકળી ગયા છે.

એવું કંઈ હશે તો અમે ઝોન સ્તરે જાણ કરીશું
અમારી કામગીરી સમગ્ર સભાના બોર્ડના ઠરાવ બાદ જે નામ નક્કી થયા હોય તે મુજબના નામના બોર્ડ બનાવી જે તે માર્ગ કે ચોક ઉપર લગાડવાના હોય છે, પરંતુ ત્યારબાદ તેની સાફ-સફાઈ સહિતની કામગીરી વોર્ડ કે ઝોન સ્તરે કરવાની હોય છે. આવું જો કોઈ હશે તો અમે ઝોન સ્તરે ચોક્ક્સ જાણ કરીશું. > રાજેશ ચૌહાણ,કાર્યપાલક ઇજનેર

અન્ય સમાચારો પણ છે...