વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરી માટે ડ્રેનેજ, પાણી અને વરસાદી પાઇપલાઇનનું સ્થળાંતર કરવાનું હોવાથી આજથી આગામી ત્રણ મહિના સુધી અરબિંદો ઘોષ રોડ પર યુનિવર્સિટી સર્કલથી જનમહલ સુધીનો પૂર્વ તરફનો રોડ બંધ રહેશે. જ્યારે પશ્ચિમ તરફના રોડ પર માત્ર ટુ-વ્હીલર જઇ શકશે.
3 મહિના સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ
અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ કોરિડોરના કામ હેઠળ NHSRCLએ શહેરના અરબિંદો ઘોષ રોડ પર યુનિવર્સિટી સર્કલથી જનમહલ સુધી આવેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનજ લાઇન, પાણી પુરવઠા લાઇન અને વરસાદી પાણીની પાઇપલાઇનનું સ્થળાંતર કરવાનું કામ શરૂ કર્યું છે. આ કામ માટે અરબિંદો ઘોષ રોડ પર યુનિવર્સિટી સર્કલથી જનમહલ સુધી પૂર્વ તરફનો કેરેજવે તારીખ આજે 3 માર્ચ 2022થી આગામી 3 મહિના સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
પશ્ચિમ તરફના રોડ પર પણ માત્ર ટુ-વ્હીલર જઇ શકશે
જ્યારે યુનિવર્સિટી સર્કલથી જનમહલ સુધી પશ્ચિમ તરફના કેરેજવે (રસ્તા) પર માત્ર ટુ-વ્હીલરની અવરજવરને મંજૂરી આપવામાં આવશે. તેમજ ભારે વાહનો, એસટી બસો વગેરેએ સાવચેતીપૂર્વક ફતેગંજથી કાલાઘોડા સર્કલ થઇને રેલવે સ્ટેશનવાળા રસ્તાનો ઉપયોગ વૈકલ્પિક રસ્તા તરીકે કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.