કોરોના વડોદરા LIVE:કોરોનાના કેસોમાં ઉછાળો, આજે નવા 18 કેસ, દાખલ દર્દીઓનો આંક વધીને 6 થયો, 1 ઓક્સિજન પર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં આજે નવા 18 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,339 પર પહોંચી ગઇ છે. વધુ 10 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,496 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે. વડોદરા સહિત દેશભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. વડોદરામાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના 65 કેસ નોંધાયા છે.

હોસ્પિટલોમાં 6 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 86 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં 5 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 90 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાંજેતલપુર, અકોટા, સમા, મકરપુરા, દિવાળીપુરા, તાંદલજા, સવાદ, સુભાનપુરા, હરણી, નવીધરતી, ગોત્રી, રણોલી, બાજવા, એકતાનગર વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ગત 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 8, ઉત્તર ઝોનમાં 4 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ અને ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...