નવાપુરાના રિક્ષા ચાલકે મિત્ર પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જે બાદ મિત્રે સિક્યોરિટી ચેકનો ખોટી રીતે ઉપયોગ કરીને ચેક બાઉન્સ કર્યો હતો, જેથી ફરિયાદીએ ઉધઈની દવા પી લઈને જીવન ટૂંકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. રિક્ષા ચાલકે નવાપુરા પોલીસ સ્ટેશનમાં મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નવાપુરાના વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપ સોની રિક્ષા ડ્રાઈવિંગ કરે છે. ફેબ્રુઆરી-2019માં મકાનનું ભાડું ચૂકવવાનું હોવાથી તેઓએ ખંડેરાવ માર્કેટમાં પૂજાપાની દુકાન ધરાવતા મિત્ર પ્રશાંત ઠક્કર પાસેથી 5 હજાર ઉધાર લીધા હતા. પ્રશાંતે દિલીપભાઈ પાસેથી સિક્યોરિટી પેટે ચેક લીધો હતો અને રોજના રૂા.100 આપવા તેવું નક્કી કર્યું હતું. નક્કી થયા મુજબ દિલીપભાઈ પ્રશાંતને દરરોજ રૂા.100 આપતા હતા. માર્ચમાં દિલીપભાઈને 10 હજારની જરૂર પડતાં તેઓએ પ્રશાંત પાસેથી વધુ 10 હજાર લીધા હતા.
જેથી પ્રશાંતે 4 સિક્યોરિટી ચેક માગ્યા હતા અને રોજ રૂા.500 ચૂકવવા માટે જણાવ્યું હતું. મે મહિનામાં દિલીપભાઈને 1.85 લાખની જરૂર પડતાં પ્રશાંત પાસેથી તેમણે 1.85 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ બાબતનું લખાણ કરવા કરવા માટે પ્રશાંત અવાર-નવાર દિલીપભાઈને કહેતો હતો પણ દિલીપભાઈ આ વિશે ના પાડતા હતા. જેથી જબરજસ્તીથી પ્રશાંતે દિલીપભાઈ પાસેથી લખાણ પર સહી કરવી લીધી હતી. બાદમાં પ્રશાંતે સિક્યોરિટી ચેક ભરી દીધો હતો. ત્રાસને કારણે દિલીપભાઈએ ઉધઈની દવા પી લીધી હતી. તે બાદ પણ પ્રશાંત પૈસા માગતો હતો. જેથી પ્રશાંત ઠક્કર સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.