ભોગ લેવાયો:રાજકીય પ્રેશરમાં વડોદરા પાલિકાના TDO ત્રિવેદીનું રાજીનામું, તાંદલજા મસ્જિદના બાંધકામનો મુદ્દો કારણભૂત?

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નિવૃતિ નજીક હોવાથી રાજીનામુ સ્વીકારાશે કે કેમ તેની અટકળો

પાલિકાના જમીન-મિલકત વિભાગના હેડ અને ટીડીઓ જીતેશ ત્રિવેદીએ કાળીચૌદસના દિવસે અચાનક રાજીનામું આપતાં ખળભળાટ મચી ગયો છે. રાજીનામા પાછળ રાજકીય દબાણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર પી એમ પટેલની નિવૃત્તિ બાદ લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગના વડા તરીકે ટીડીઓ જીતેશ ત્રિવેદીને જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરે યોજેલા ટાઉનહોલમાં પણ 72 જેટલી ફાઇલોનો નિકાલ એમણે કરાવ્યો હતો અને તેઓ આગામી વર્ષે ઓગસ્ટમાં નિવૃત્ત થઇ રહ્યા છે.

દરમિયાન બુધવારે જીતેશ ત્રિવેદીએ હોદ્દા પરથી રાજીનામું કરતો પત્ર મ્યુ.કમિશ્નર તરફ મોકલી આપતાં ખળભળાટ મચી ગયો છે અને તેમના રાજીનામા પાછળ રાજકીય દબાણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.બાંધકામ પરવાનગી વિભાગની જગાના વડા તરીકે નિમણૂક પામવા કેટલાક અધિકારીઓ વચ્ચે હરિફાઇ ચાલી રહી છે અને તેમાં જીતેશ ત્રિવેદી વહીવટી પાંખના વડા અને ચૂંટાયેલી પાંખના મુખ્ય પદાધિકારીઓના ફેવરિટ હોવાનું મનાતું હતું ત્યારે તબિયતનું કારણ આપીને હોદા પરથી રાજીનામું આપી દેતાં તેમનું રાજીનામા મંજૂર કરવામાં આવશે કે કેમ કે અંગે તરહ તરહની અટકળોએ જોર પકડ્યું છે.

દરમિયાન મળતી માહિતી મુજબ તાંદલજાની મસ્જિદના વિવાદિત ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા મામલે હાલમાં કાર્યવાહી ચાલી રહી હતી. તેમાં પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગે અંતિમ નોટિસ પણ જારી કરી હતી પરંતુ આ નોટિસની મુદત પૂરી થયા બાદ તેના બાંધકામને આ મામલે વિવાદ સર્જાયો હતો અને આ સંદર્ભે કાયદાકીય સલાહ લેવાની ગતિવિધિ તેજ કરાઇ હતી. જેના કારણે રાજકીય દબાણ આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...