તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:SSGની આગના 9 દિવસે રિપોર્ટ સબમિટ નથી થયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આગના કારણ માટે FSLના રિપોર્ટની જોવાતી રાહ

ગત 8મી સપ્ટેમ્બરના રોજ સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં લાગેલી આગ ધમણ વેન્ટિલેટરમાં થયેલા સ્પાર્કને લીધે લાગી હોવાની વાત વહેતી થઇ હતી. હોસ્પિટલમાં આગની ઘટનાના બીજા દિવસે પાલિકાના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલની અધ્યક્ષતામાં નિમાયેલી તપાસ કમિટી દ્વારા નવ-નવ દિવસ થયા છતાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો નથી. આ રિપોર્ટ સબમિટ ન થવા અંગે જાણવા મળે છે કે, એફએસએલે હજી તેનો રિપોર્ટ તપાસ કમિટીને આપ્યો નથી.

આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં આગ લાગી હતી તે વેળાએ હાજર એક તબીબની કમિટીએ પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે તે તબીબને જ કોરોના થઇ ગયો હતો. આ કારણોસર હજી સયાજી હોસ્પિટલમાં લાગેલી આગનું સત્તાવાર કારણ જાહેર કરવાની કમિટી હજી રિપોર્ટ સબમિટ કરી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...