તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Regional Vaccine Store Which Supplies Vaccines To Vadodara City And 7 Districts Of Central South Gujarat, Has So Far Received 12.26 Lakh Doses, Distributed 10.83 Doses.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનનું મેનેજમેન્ટ:પ્રાદેશિક રસી ભંડાર જે વડોદરા શહેર અને ગુજરાતના 7 જિલ્લાને રસી પૂરી પાડે છે, અત્યાર સુધીમાં 12.26 લાખ ડોઝ મળ્યા, 10.83 લાખ ડોઝનું વિતરણ કર્યું

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા શહેર અને 7 જિલ્લામાં રસી પહોંચાડવામાં આવે છે
  • રસીના જથ્થાનું મેનેજમેન્ટ એવિન સોફ્ટવેર-ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે

કોવિશિલ્ડ અને કોવેક્સિન બે પ્રકારની રસીઓ ભારત સરકાર મોકલે છે: અત્યાર સુધીમાં રસીઓના 12.26 લાખથી વધુ ડોઝ મળ્યા છે અને 10.83 લાખથી વધુ ડોઝનું વડોદરા શહેર અને જિલ્લાઓને વિતરણ કરવામાં આવ્યું છે.

વડોદરા શહેર અને 7 જિલ્લામાં રસી પહોંચાડવામાં આવે છે
કોરોના સામે લોકોને સુરક્ષિત કરવા હાલ રાજ્ય સહિત દેશભરમાં રસી મૂકવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ભારતમાં બનેલી સ્વદેશી રસી નક્કી કરેલા અગ્રતા જૂથો પછી વય જૂથના લોકોને આપવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અગત્યના આ આરોગ્ય અભિયાનમાં વડોદરાની એક સંસ્થા વડોદરા મહાનગરપાલિકા અને મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓના લોકોનું રસીકરણ સરળ બનાવવા મધર સોર્સ એટલે કે માતૃ સ્ત્રોતની ભૂમિકા નિભાવી રહી છે.

રસીના જથ્થાનું મેનેજમેન્ટ એવિન સોફ્ટવેર-ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે
રસીના જથ્થાનું મેનેજમેન્ટ એવિન સોફ્ટવેર-ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે

કેન્દ્ર સરકાર કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીનો જથ્થો પૂરો પાડે છે
આ સંસ્થા છે અગાઉ જેની વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખ હતી તેવી અને હવે વિભાગીય નાયબ આરોગ્ય નિયામકની કચેરી સાથે સંલગ્ન રીજનલ વેક્સિન સ્ટોર એટલે કે પ્રાદેશિક રસી સંગ્રહ કેન્દ્ર અથવા ભંડાર. રાજ્ય સરકારના માધ્યમથી ભારત સરકાર આ ભંડારને બે પ્રકારની, 1 કોવિશિલ્ડ અને 2 કોવેક્સિન રસીનો જથ્થો પૂરો પાડે છે, જે રસીકરણને સમય પત્રક પ્રમાણે આગળ ધપાવવા 7 જિલ્લાઓને મોકલવામાં આવે છે.

વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં રસી પહોંચે છે
વડોદરા મહાનગરપાલિકા અને તમામ 7 જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના રસીઓ સાચવવાના શિત સંગ્રહો કે, કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યવસ્થાઓ છે, કારણ કે રસીઓની અસરકારકતા જાળવવા માટે નિર્ધારિત ઠંડા તાપમાને તેનો સંગ્રહ અનિવાર્ય છે. આ સ્ટોર ખાતે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા જિલ્લા ઉપરાંત ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓ માટે ફક્ત કોવિડની નહીં પણ સરકારના રસીકરણ કાર્યક્રમ હેઠળ આવતી વિવિધ રસીઓનો જથ્થો મળે છે.

અત્યાર સુધીમાં 12.26 લાખ ડોઝ મળ્યા, જેમાંથી 10.83 ડોઝનું વિતરણ કર્યું છે
અત્યાર સુધીમાં 12.26 લાખ ડોઝ મળ્યા, જેમાંથી 10.83 ડોઝનું વિતરણ કર્યું છે

પહેલો જથ્થો 13 જાન્યુઆરીએ મળ્યો હતો
વડોદરાને ઉપરોક્ત સમગ્ર ક્ષેત્ર માટે રસીઓનો જથ્થો મળવાની 13 જાન્યુઆરીથી શરૂઆત થઈ એવી જાણકારી આપતાં વિભાગીય નાયબ આરોગ્ય નિયામક ડો.રાજેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, એ દિવસે કોલ્ડ ચેઈન વાન - શીત શ્રૃંખલા વાહનમાં કોવિશિલ્ડ રસીના 94,700 ડોઝનો પ્રથમ જથ્થો પૂણેથી જમીન માર્ગે મળ્યો હતો.

નિર્ધારિત કરવામાં આવેલા પ્રમાણમાં રસીનું વિતરણ કરવામાં આવ્યું
તે પછી અત્યાર સુધીમાં આ રસીના કુલ 10,68,150 ડોઝ મળ્યા છે અને તે પૈકી 9,47,650 ડોઝનું વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા સહિત 7 જિલ્લાઓને ઉપરના સ્તરેથી નિર્ધારિત કરવામાં આવેલા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું છે. આ લગભગ સતત ચાલતી પ્રક્રિયા છે.

પ્રાદેશિક રસી ભંડાર જે વડોદરા શહેર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાને રસી પૂરી પાડે છે
પ્રાદેશિક રસી ભંડાર જે વડોદરા શહેર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાને રસી પૂરી પાડે છે

કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીનો જથ્થો જિલ્લાઓમાં પહોંચાડાય છે
કોવેક્સિન રસીનો જથ્થો બે ફેરાઓમાં હવાઈ માર્ગે મળ્યો એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ રસીના કુલ 1,58,480 ડોઝ મળ્યા, જે પૈકી 1,36,280 ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ, વિભાગના જિલ્લાઓને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 9,47,650 અને કોવેક્સિનના 1,36,280 મળીને કુલ 10,83,930 ડોઝ પૂરા પાડવામાં આવ્યાં છે.

સોફ્ટવેર દ્વારા રસીના જથ્થાનું મેનેજમેન્ટ થાય છે
અત્રે મોકલવામાં આવતા અને વિતરિત કરાતા રસીના સમગ્ર જથ્થાનું મેનેજમેન્ટ ખુબ જ પારદર્શક એવિન સોફ્ટવેર-ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે. આ સોફ્ટવેરને તમામ જિલ્લાઓ રોજેરોજ અપડેટ કરે છે. તેના આધારે જ રાજ્યસ્તરેથી નવો જથ્થો મોકલવા સહિતના નિર્ણયો લેવાય છે.

કેન્દ્ર સરકાર કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીનો જથ્થો પૂરો પાડે છે
કેન્દ્ર સરકાર કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીનો જથ્થો પૂરો પાડે છે

લોકો જ્યારે વારો આવે ત્યારે અચુક લાભ લે તે અનિવાર્ય છે
રસી લેવી સરળ છે, પણ લોકો સુધી રસી પહોંચાડવા અને તેની સુરક્ષિત સાચવણી કરવાની પ્રક્રિયા ખૂબ જટિલ છે. તંત્ર પરસેવો પાડીને ખુબ કાળજીપૂર્વક તે કરી રહી છેસ ત્યારે આ સલામત રસીકરણનો લોકો જ્યારે વારો આવે ત્યારે અચુક લાભ લે તે અનિવાર્ય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો