યુનિવર્સિટીનો વિવાદ:25મીએ સિન્ડિકેટની બેઠકમાં ભરતી પ્રક્રિયા પર ચર્ચા કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાગૃત નાગરિકોને પણ મોરચામાં જોડાશે
  • યોગ્ય માહિતી ન મળે તો 3 સભ્યોની ધરણાંની ચીમકી

એમ.એસ. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક 25મી તારીખે બોલાવવામાં આવી છે. જેમાં ભરતી પ્રક્રિયા પર ચર્ચા હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. ભરતી પ્રક્રિયા સામે આક્ષેપો કરનાર 3 સિન્ડિકેટ સભ્યોએ ચીમકી આપી છે કે યોગ્ય માહિતી નહિ મળે તો સિન્ડિકેટમાં જ ધરણાં કરવામાં આવશે. 25મી ઓક્ટોબરના રોજ યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક બોલાવવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસથી સત્તાધારી જૂથની સામે સંકલન સમિતિના સેનેટ-સિન્ડિકેટ સભ્યોએ ભરતી પ્રક્રિયામાં ગોટાળા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે મોરચો ખોલ્યો છે.

આખરે સિન્ડિકેટની બેઠકમાં ભરતી પ્રક્રિયાનો મુદ્દો સામેલ કરવામાં આવ્યો છે. સેનેટ-સિન્ડિકેટ સભ્યોની એક બેઠક સાવલીના ધારાસભ્ય સાથે મળી હતી, જેમાં કેતન ઇનામદારે સભ્યોને બાંહેધરી આપી હતી કે, યુનિવર્સિટી સંપૂર્ણ માહિતી આપશે તેવો તેમને વિશ્વાસ છે. ધારાસભ્ય યુનિવર્સિટી સત્તાધીશોને સિન્ડિકેટની બેઠક પહેલાં સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે ટેલિફોનિક વાત પણ કરશે.

જો 25 તારીખની સિન્ડિકેટમાં ભરતી પ્રક્રિયા અંગેની માહિતીમાં ગેરરીતિ આચરવા અને ખોટું થયું અંગેની માહિતી મળશે તો તેઓ પોતે શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે રૂબરૂ મુલાકાત કરી ભરતી પ્રક્રિયામાં સામેલ પસંદગી સમિતિના સભ્યો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...