તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
31 ડિસેમ્બર પૂર્વે પોલીસ દ્વારા પીધેલાને પકડવા બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ શરૂ કરાયો છે. તેના ઉપયોગથી કોરોના સંક્રમણનો ખતરો હોવાનો અભિપ્રાય તબીબો વ્યક્ત કરી રહ્યા છે. કોરોનાનો ખતરો હોવા છતાં રાજ્ય સરકારની સૂચનાને કારણે પોલીસ 31 ડિસેમ્બર સુધી બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ ચાલુ રાખશે. જેથી પોલીસની લાપરવાહી લોકોને કોરોના સંક્રમિત બનાવી શકે છે. આલ્કોહોલનું પ્રમાણ ચકાસવા બ્રેથ એનલાઇઝરની ટ્યૂબમાં ફૂંક મારવાની હોય છે. ફૂંકની સાથે થૂંકના છાંટા મશીન પર ઉડતા હોય છે. દિવસ દરમિયાન 100થી વધુ લોકો ફુંક મારતા તમામના ડ્રોપલેટસ મશીન પર ચોંટે છે, જેનાથી કોરોના ફેલાવાનો ભય છે. શહેરના ડોક્ટરોના મુજબ કોરોનાના સમયમાં બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ કરાય નહીં. એક વ્યક્તિ ફુંક મારે ત્યારે પાઈપ બદલી નખાતી હોય તો પણ ડ્રોપલેટ મશીન પર ચોંટી જાય છે. પોલીસકર્મીએ ગ્લવ્ઝ ન પહેર્યાં હોવાથી ડ્રોપલેટ તેમને લાગે છે. જેથી તેઓ પણ સંક્રમિત થવાનો ભય છે.
સરકારની સૂચના હોવાથી બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ ચાલુ રહેશે
આર.બી. બ્રહ્મભટ્ટ, પોલીસ કમિશનર એ જણાવ્યુ કે, રાજ્ય સરકારની સૂચના મુજબ બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ કરાઈ રહ્યું છે. આગામી સમયમાં પણ તેનો ઉપયોગ કરાશે. તેને વારંવાર સાફ કરાય છે અને તકેદારી રાખાય છે. જેથી તેનાથી સંક્રમણ ફેલાશે નહીં.
બ્રેથ એનલાઇઝર પોલીસ જવાનો માટે પણ જોખમી છે
ડો. મિલિન પટેલ, એમડી. ફિઝિશિયન.એ જણાવ્યુ કે, બ્રેથ એનલાઇઝરમાં ભૂંગળી બદલાય તો પણ ચેપ ફેલાઇ શકે છે. માત્ર લોકો માટે જ નહીં પોલીસ જવાનો માટે પણ તે જોખમી થઇ શકે છે. કારણ પોલીસ ગ્લવ્ઝ કે માસ્ક પહેરીને ચેક કરે છે. પીપીઇ કિટ પહેરીને કરતા નથી.
ભૂંગળી ડિસ્પોઝેબલ હોય તો પણ સંક્રમણની શક્યતા વધુ
ડો. વિહંગ મજમુદાર, નિવૃત્ત પ્રાધ્યાપક,પીએસએમ વિભાગ, બરોડા મેડિકલ કોલેજ .એ જણાવ્યુ કે,બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરવામાં ડ્રોપલેટ તો મશીનને ચોંટે જ છે. આ સ્થિતિમાં ભૂંગળીને ડિસ્પોઝેબલ રખાય તો પણ જોખમ છે. કારણ તે ચેપ નહીં ફેલાવે તેની ગેરંટી નથી. જેથી તકેદારી જરૂરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.