તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ રેમડેસીવીર કૌભાંડ:નકલી રેમડેસિવિર ઈન્જેક્શનની તપાસનો રેલો છોટાઉદેપુર પહોંચ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 3 આરોપીના રિમાન્ડ મેળવી પોલીસની 2 ટીમ છોટાઉદેપુર-અમદાવાદ પહોંચી

બોગસ રેમડેસીવીર કૌભાંડમાં 3 આરોપીઓના 12 મે સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસની બે ટીમો તપાસ અર્થે છોટાઉદેપુર અને અમદાવાદ પહોંચી છે. અમદાવાદ ખાતે પોલીસ દ્વારા સ્ટીકરો છાપતા પ્રિન્ટીંગ પ્રેસના માલિકની પુછપરછ કરશે.જ્યારે પોલીસ આરોપીઓ દ્વારા જ્યાં જ્યાં ડુપ્લીકેટ ઈન્જેક્શનનું વેચાણ કર્યું છે ત્યાં કોઈ દર્દીને તેના કારણે મોત તો નથી થયું અથવા કોઈ આડઅસર ન થઈ હોવાનું પણ તપાસી રહી છે.

ઉલ્લેખનિય છે કે, ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદ થી ટ્રાન્સફર વોરંટના આધારે નિતેષ કૈલાષકુમાર જોષી (રહે-ઉ.વ.31,રહે-નરોડા) દિશાંત જગદીશભાઈ માલવીયા (રહે- નોવીનો રોડ,તરસાલી) અને પારિલ પારીતોષ પટેલ (ઉ.વ.30,રહે-પાલડી,અમદાવાદ)ની ધરપકડ કર્યા બાદ તેમને મંગળવારે કોર્ટમાં રજુ કરી 12 મે સુધીના રિમાન્ડ મંજુર કર્યાં હતાં.

ક્રાઈમ બ્રાંચ અનુસાર, રાયપુરમાં પ્રિન્ટીંગ પ્રેસ ચલાવતા અને આરોપી નિતેષ જોષીનો મિત્ર પારીલ પટેલ તેના પ્રેસ ખાતે જુબી આર કંપનીના ડુપ્લીકેટ સ્ટીકરોની 45 શીટ જેમાં કુલ 2025 સ્ટીકર બનાવ્યા હતા.જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પ્રિન્ટીંગ પ્રેસમાંથી સ્ટીકર કબજે પણ કર્યાં હતાં.

વડોદરા ક્રાઈમ બ્રાંચ સમાંતર તપાસ ચલાવી રહી છે.ત્યારે પારીલ પટેલના પ્રિન્ટીંગ પ્રેસ પર પહોચીને ડોન્કી ફાર્મમાં કેટલા સ્ટીકરો મોકલ્યાં હતાં. અને કેટલા સ્ટિકરો બનાવ્યાં હતાં.તે અંગે પણ વડોદરા ક્રાઈમ બ્રાંચ તપાસ હાથ ધરશે. પોલીસ સુત્રો અનુસાર, આરોપી નિતેષ અને વિવેક મહેશ્વરી દ્વારા વડોદરા,અમદાવાદ અને છોટાઉદેપુરમાં પણ ઈન્જેક્શનનો જથ્થો વેચ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.ત્યારે પોલીસ દ્વારા છોટાઉદેપુરમાં ક્યાં ક્યાં ઈન્જેક્શનો વેચ્યાં છે અને તેના ઉપયોગથી કોઈ દર્દીઓનું મોત પણ થયું છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ફાર્માસ્યૂટિકલ્સમાંથી 5 હજાર ઈન્જેક્શન ખરીદ્યાં હતાં
પોલીસના જણાવ્યા અનુસાર,આરોપી વિવેક માહેશ્વરી અને દિશાંતે હોલસેલમાં ઈન્જેક્શન વેચાણ કરતી ફાર્માસ્યુટીકલ્સમાંથી સેપ્ટ્રીયાઝોન સલ્બેક્ટમ ઈન્જેક્શન નંગ-2880 તેમજ પીપરાસીલીન ટેઝોબેક્ટરમ ઈન્જેક્શન નંગ-2204 મળી કુલ 5084 ઈન્જેકશન ખરીદ્યાં હતાં.

આ તમામ ઈન્જેક્શનના સ્ટીકરો કાઢી નાખીને તેના પર કંપનીના ડુપ્લીકેટ સ્ટીકરો ચોંટાડવામાં આવ્યાં હતાં. આ સ્ટીકરો પારીલ પટેલની પ્રેસ પરથી જ છપાવી લાવવામાં આવ્યાં હતાં. આરોપીઓએ 1 હજાર જેટલા ડુપ્લીકેટ ઈન્જેક્શનનું વેચાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...