નિર્ણય:રેલવે તંત્રએ અનરીઝર્વ ટિકિટ આપવાનું શરૂ કર્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1100 આઈઆરસીટીસી એજન્ટો અગાઉ 20થી25 ટિકિટ વેચતા હતા હવે 5 જ વેચે છે

આઈઆરસીટીસીએ નિયમ બદલતાં રેલવે તંત્રે અનરીઝર્વ ટિકિટ ચાલુ કરી દેતાં શહેરના 1100 આઈઆરસીટીસી એજન્ટોની હાલત કફોડી બની છે.રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અગાઉ IRCTC દ્વારા એક આઈડી પરથી એક મહિનામાં છ ટિકિટો બુક કરી શકાતી હવે 12 ટિકિટો બુક કરવાનો નિયમ કરાતાં એજન્ટોની હાલત કફોડી બની ગઇ છે.

એજન્ટ પ્રદિપ શાહ કહે છે કે અગાઉ અમે રોજની 20થી 25 ટિકિટો બુક કરતા પણ હવે માંડ 5 ટિકિટો વેચવાનો વારો આવ્યો છે. એજન્ટ કરણસિંહ કહે છે કે ‘કોઇ પણ પ્રવાસી પોતાના આઈડી પરથી ટિકિટ બુક કરાવે તો તેને કોઈ વધારાનો ચાર્જ ભરવો પડતો નથી. હવે તો તેઓ મહિનામાં 12 ટિકિટ પોતાના આઈડી પરથી કાઢી શકે છે, એટલે સ્વાભાવિક છે કે તેઓ એજન્ટો પાસે આવવાનું ટાળવા લાગ્યા છે. IRCTC દેશમાં રોજ 10 લાખ કરતાં વધુ ટિકિટો વેચે છે. રેલવેએ અનરીઝર્વ ટિકિટો વેચવાનું ચાલુ કરતાં IRCTC એક દિવસની 14 લાખ ટિકિટ વેચતી હતી. તે હવે દશ લાખ ટિકિટ વેચે છે.

અન્ય સમાચારો પણ છે...