તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રેલવે સ્ટેશને ફરીવાર કુલડીમાં જ ચા મળશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રેલવે સ્ટેશનને પ્લાસ્ટિક મુક્ત રાખવા નિર્ણય

લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે કુલડીમાં ચા વેચવાનો પ્રારંભ કરાવ્યો હતો. જે નિર્ણય રેલ મંત્રી ન રહ્યા બાદ બદલી નખાયો હતો. હવે ફરી પ્લાસ્ટિક મુક્ત રેલવે સ્ટેશન કરવા રેલ મંત્રી પિયુષ ગોયલ દ્વારા રેલવે સ્ટેશન પર કુલડીમાં ચા મળશે તેવી જાહેરાત કરાઈ છે.

પ્રાથમિક તબક્કે તેમણે 400 રેલવે સ્ટેશનની યાદી જાહેર કરી છે. કેટલાક રેલવે સ્ટેશન પર અા જાહેરાત અગાઉ પણ આ વ્યવસ્થા કાર્યરત હતી. જોકે વડોદરા રેલવે સ્ટેશન અને વેસ્ટર્ન રેલવે ક્યારે તેની શરૂઆત કરશે તે નિર્ણય જાહેર કર્યો નથી. કુલડીમાં ચા વેચવા અંગે 2014માં શરૂઆત થઈ હતી. ત્યારબાદ વડોદરા સ્ટેશન પર સ્ટોલધારકોએ વિરોધ કર્યો હતો.

કુલડીને પગલે કચરો વધારે ભેગો થતો હોવાથી તેમજ ડ્રેનેજ ચોકઅપ થતી હોવાનું કારણ રજૂ કરી તે બંધ કરાયું હતું. હવે ફરી આ નિર્ણયને ક્યારથી અમલમાં લાવવો તે અંગે વડોદરા ડિવિઝનના કોમર્શિયલ વિભાગ દ્વારા ગોળ ગોળ જવાબ આપે છે. પરિપત્ર જૂનો હોવાનું કોમર્શિયલ વિભાગ ગાણું ગાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો