સફળ ટ્રાયલ:વંદે ભારત ટ્રેનનો રેક ફરી અમદાવાદ ખાતે પહોંચ્યો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની કંપની દ્વારા દેશની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેનનું ઇન્ટિરિયર કરાયું
  • દિલ્હી આગ્રા વચ્ચે ટ્રાયલ સફળ, વાસ્તવિક રૂટ ઉપરના ટ્રાયલ અંગે મૌન

દેશની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેન ગણાતી વંદે ભારત ટ્રેન હવે અમદાવાદ-મુંબઈ રૂટ ઉપર પણ ચલાવવામાં આવશે. જે માટે બે દિવસ અગાઉ તેનો વાસ્તવિક રુટ ઉપર ટ્રાયલ થવાનો હતો, પરંતુ તાત્કાલિક રેકને દિલ્હી લઈ જવાતા અનેક ચર્ચાઓ ઉઠી હતી. જો કે રેલવેના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દિલ્હી-આગ્રા સેકશનમાં તેનો સફળ ટ્રાયલ પાર પાડવામાં આવ્યો છે.

કોઈક ક્ષતિ હોવા અંગે પણ ચર્ચા સાંભળવા મળી છે, પરંતુ તેને તુરંત દુરસ્ત કરવામાં આવી હતી. 16 કોચનો વંદે ભારતનો રેક અમદાવાદ ખાતે આવી પહોંચ્યો છે. ટૂંક સમયમાં તેનો ટ્રાયલ પૂર્ણ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓ દ્વારા અમદાવાદ રેક આવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વંદે ભારત ટ્રેનનું ઇન્ટિરિયર પણ વડોદરાની કંપની દ્વારા કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...