વીસીના બંગલે યોજાતો વી આર પ્રાઉડ ઓફ યુ દિક્ષાંત સમારોહના આગલા દિવસે નહિ યોજવામાં આવે. 18 મી તારીખે કોન્વોકેશનના દિવસે જ સવારે સી.સી.મહેતા ઓડિટોરીયમ ખાતે સુપ્રીમ કોર્ટના જજના કાર્યક્રમ સાથે જ વિદ્યાર્થીઓનું અભિવાદન કરવાનો નિર્ણય લેવાયો છે. કોન્વોકેશનમાં સેનેટ સભ્યો ભારતીય ટ્રેડેશનલ કપડાના ડ્રેસકોડમાં કોન્વોકેશનમાં ઉપસ્થિત રહેશે.
એમ.એસ.યુનિવર્સિટીમાં 18 માર્ચના રોજ દિક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. દિક્ષાંત સમારંભ પહેલા યોજવામાં આવતા વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમ વીસીના બંગ્લાની જગ્યાએ દિક્ષાંત સમારંભના દિવસે સવારે સી.સી.મહેતા ઓડીટોરીયમ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. યુનિર્વસિટીના પૂર્વ વિદ્યાર્થી અને હાલ સુપ્રીમ કોર્ટના જજ બેલા ત્રિવેદીના કાર્યક્રમની સાથે જ ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ માટે વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમ યોજાશે જેથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે.
71માં પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. કોન્વોકેશન સેરેમની સાંજે 5 વાગ્યે યોજવામાં આવનાર છે. કોન્વોકેશન માટે વીસી દ્વારા અગાઉ ડ્રેસ કોડનો આગ્રહ રાખવામાં આવ્યો હતો જેમાં ભારતીય પરંપરાગત પોશાક તરીકે ઝબ્બા લેંઘા પહેરીને સેનેટ સભ્યો ઉપસ્થિત રહે તેવું સૂચન કર્યું હતું.
અડધા કલાક પહેલાં એન્ટ્રી લઇ લેવી પડશે
કોન્વોકેશનમાં કેન્દ્રીય ગૃહમંત્રી આવવાના હોવાથી વિદ્યાર્થીઓએ 5 વાગ્યાના કાર્યક્રમના અડધા કલાક પહેલા સમીયાણામાં એન્ટ્રી લઇ લેવી પડશે. ત્યારબાદ પ્રોટોકોલના પગલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહિ આવે. કોન્વોકેશનમાં વિવિધ શિક્ષકોને પણ ફરજ સોંપવામાં આવશે તેમના દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ બ્લોકમાં પોહચાડવા સહિત તેમના બેસવાની વ્યવસ્થા પર ધ્યાન રાખવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.