વિવાદ:પાલિકામાં જેટકોને 50% રાહતે જમીન આપવાની દરખાસ્તથી વિવાદ સર્જાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુલતવી દરખાસ્તનો લાભ આપવા બીજી દરખાસ્તમાં ઠરાવ લવાયો

પાલિકાની સ્થાયી સમિતિમાં જેટકોને જગ્યા ફાળવવા અંગે બે દરખાસ્ત પૈકી નીતિ વિષયક નિર્ણય લેવાની દરખાસ્તને મુલતવી કરી તે જ દરખાસ્તનો લાભ લેવા અને જમીનનો હેતુફેર કરવાના ઠરાવ સાથે 50 ટકા રાહતે જગ્યા આપવાની બીજી દરખાસ્ત મંજૂર થતાં વિવાદ થયો છે.

શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળોના રેગ્યુલેશનમાં ફેરફાર કરવા માટે યોગ્ય નિર્ણય કરવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી હતી. તદુપરાંત ટીપી 2 સયાજીપુરાના ફાઈનલ પ્લોટ 40ને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડને 66 કે.વી સબસ્ટેશન સ્થાપિત કરવા શહેરી વિકાસ સત્તા મંડળના ઠરાવ મુજબ 50 ટકા રાહત દરેથી ફાળવવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં વધારાના કામ તરીકે આવી હતી.

જેમાં ગૃહ નિર્માણ વિભાગના રેગ્યુલેશનનો લાભ માટેની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. જ્યારે શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગના રેગ્યુલેશન અંગે નીતિવિષયક નિર્ણય કરવા માટેની દરખાસ્તને મુલતવી કરવામાં આવી હતી. હવે બંને દરખાસ્ત મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલાશે.

બિન સૂચિત વસાહતોમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કામની દરખાસ્તથી વિવાદ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં જન ભાગીદારી રસ્તા, સ્ટ્રીટ લાઇટની કામગીરી કરાવવામાં આવે છે. જેમાં નોટિફાઇડ થયેલી વસાહત ન હોય તો તેમાં આ સુવિધા મળતી નથી. પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂર્વે અનેક નોન નોટિફાઇડ વસાહતોમાં કામગીરી કરવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કામગીરી કરવા માટેની મંજૂરી આપી સરકારની મંજૂરી મેળવવા અંગેની દરખાસ્તને મંજૂરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...