મંજૂરી:સહકારનગર પ્રોજેકટ માટે સરકારની મંજૂરી માંગતી દરખાસ્ત અંતે બહુમતીના જોરે મંજૂર

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહકારનગરના લાભાર્થીઓએ પાલિકામાં જઇ મેયરને હાર પહેરાવી આભાર માન્યો

તાંદલજા સહકારનગર ખાતે પીપીપી ધોરણે બનનારી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ટેન્ડરની શરતોમાં ઉમેરો અને રાજ્ય સરકારની મંજૂરી માંગતી દરખાસ્તને પર સભામાં ચર્ચા બાદ ભાજપે બહુમતીના જોરે મંજૂર કરી હતી. દરખાસ્ત મંજુર થતા જ પાલિકામાં પહોંચેલા સહકારનગરના લાભાર્થીઓએ મેયરને હાર પહેરાવી આભાર માન્યો હતો. તાંદલજા સહકારનગરની આવાસ યોજનાને વર્ષ 2015માં અમલમાં મૂકાઇ હતી. જમીનનું ટાઇટલ ક્લિયર નહીં હોવા તેમજ પીટીશનના કારણે પાલિકામાં વિલંબ થયો છે. આ પ્રોજેકટમાં 15.61 કરોડનું પ્રીમિયમ મળવાનું છે.

જેની સામે ઈજારદારે ભાડું નહિ ચૂકવતા રૂ.7 કરોડ ઉપરાંતનું ભાડું પાલિકાએ ચૂકવ્યું છે. સ્થાયી સમિતિમાં આવેલી દરખાસ્તમાં ટેન્ડરમાં ઉમેરો કરવાની શરતો તેમજ ભાડાના મુદ્દે ઇજારદાર કોર્ટમાં ન જાય તેવો ઠરાવ કર્યો હતો અને આ અંગે ઇજારદાર પાસેથી પણ લેખિતમાં બાંહેધરી પણ લેવા અંગે નિર્ણય કર્યો હતો. બુધવારે સભામાં દરખાસ્ત સંદર્ભે ચર્ચા કરાઇ હતી. જેમાં વિપક્ષે 89 લાભાર્થીઓના નામ ઉમેરવા, લાભાર્થીઓને અમદાવાદ અને સુરતની જેમ રૂ. 2 હજારની જગ્યાએ 6 હજાર આપવા સહિતના મુદ્દે દરખાસ્ત મૂકી હતી.

જોકે ભાજપે બહુમતીના જોરે સ્થાયી માંથી આવેલી દરખાસ્તને મંજુર કરી હતી.. સભામાં કોંગ્રેસના બાળુ સૂર્વેએ જણાવ્યું હતું કે રૂ. 40 લાખના ખર્ચે જયરત્ન ચાર રસ્તાથી પેલેસ મટન શોપ, પેલેસ મટનથી પોલોગ્રાઉન્ડ સુધી રૂ. 4 લાખનો રોડ, રાવપુરા ટાવરથી માર્કેટથી જયરસ્ત ચાર રસ્તા સુધીનો 1.75 કરોડનો રોડ સહિતના 4 રોડને બનાવવાના બે વર્ષમાં જ ખોદી ત્યાં પાણી અને ગટરના કામો કરવામાં આવ્યા છે. રોડ બનતા પહેલા આયોજન કરવાની જગ્યાએ ઇરાદાપૂર્વક આ કામગીરી કરવામાં આવે છે. જેની સામે પગલાં ભરો.

અન્ય સમાચારો પણ છે...