લોકોને ઠગવા નવો પેંતરો:સાયન્સ ફેકલ્ટીના ડીનના ફેક ID પરથી અધ્યાપકને ઇ-મેલ મળ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાઇબર ઠગનો શિક્ષણ ક્ષેત્રના લોકોને ઠગવા નવો પેંતરો
  • ડીને તાત્કાલિક સત્તાધીશોને જાણ કરી અધ્યાપકોને સજાગ કર્યા

સાયન્સ ફેકલ્ટીના ડીનના નામે ફેક ઇ-મેઇલ બનાવવામાં આવ્યું છે. અધ્યાપકને મેઇલ કરીને સામે મેઇલ કરવાનું કહેતા ચોંકી ઉઠેલા અધ્યાપકે ડીનને જાણ કરી હતી. ફેકલ્ટી ડીનએ તાત્કાલીક ધોરણે સત્તાધીશોને જાણ કરીને ફેકલ્ટીના અધ્યાપકોને પણ સજાગ કર્યા હતા.

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયાના નામે કોઇએ ફેક ઇ-મેઇલ એડ્રેસ બનાવીને ફેકલ્ટીના જ અધ્યાપકને મેઇલ કરવામાં આવ્યો હતો. જેમાં અધ્યાપકને કહેવામાં આવ્યું હતું કે તમને જયારે સમય મળે ત્યારે મને વળતો ઇ-મેઇલ કરો. profdean06@gmail.com નામના ફેક ઇ-મેઇલ આઇ ડી પરથી મેઇલ કરવામાં આવ્યો હતો. ડીનના ઓફીશ્યલ ઇ-મેઇલ આઇડી પરથી મેઇલ નહિ આવવાના પગલે ચોંકી ઉઠેલા અધ્યાપક દ્વારા તાત્કાલીક ધોરણે ડીનને જાણ કરવામાં આવી હતી.

જેના કારણે ફેકલ્ટી ડીન હરી કટારીયા દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોને આ અંગેની જાણ કરી હતી. આ ઉપરાંત તેમણે સાયન્સ ફેકલ્ટીના તમામ અધ્યાપકોને પણ આ અંગે સજાગ કર્યા હતા અને ફેક આઇડી પરથી કોઇ પણ મેઇલ આવે તો જવાબ નહિ આપવા માટે જાણ કરી હતી. સાયન્સ ફેકલ્ટી ડીનએ જણાવ્યું હતું કે મારા ઓફીશ્યલ આઇડી પરથી મેઇલની જગ્યાએ ફેક આઇડી પરથી મેઇલ કરવામાં આવ્યો હતો. જે અંગે સત્તાધીશોને જાણ કરાઇ છે અને સાયબાર ક્રાઇમમાં પણ આ અંગે ફરીયાદ નોંધાવવામાં આવશે. તમામ અધ્યાપકોને પણ સચેત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ યુનિવર્સિટીમાં વેબસાઇટ હેક થવાથી લઇને આધ્યાપકોને ખોટા મેસેજના માધ્યમથી સાઇબર ક્રાઇમની ઘટના બની ચૂકી છે ત્યારે ફરીએકવાર સાયન્સ ફેકલ્ટીના ડીનના નામ પર ખોટું ઇ-મેઇલ આઇડી બનાવીને અધ્યાપકોને નિશાન બનાવવા પ્રયાસ થયો છે.

અન્ય સમાચારો પણ છે...