ભાસ્કર એક્સક્લુઝિવ:દક્ષિણમાં 23ના 32 ઝોન કરાતાં પાણીના પ્રેશરની સમસ્યા દૂર થશે

વડોદરા17 દિવસ પહેલાલેખક: નિરવ કનોજીયા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાહત - 18મીથી સિંધરોટમાંથી 50 MLD પાણી દક્ષિણ વિસ્તારને અપાશે
  • 9 ઝોન વધતાં 5 લાખ લોકોને પૂરતા દબાણથી પાણી મળશે

શહેરમાં લો પ્રેશર અને દૂષિત પાણીની સમસ્યાથી લોકો ભારે પરેશાન છે. જેમાં પાલિકાને સૌથી વધુ દક્ષિણ વિસ્તારમાં લો પ્રેશરની 784 ફરિયાદો મળી છે. જોકે સિંધરોટ પ્રોજેક્ટ મારફતે દક્ષિણ વિસ્તારની 7 ટાંકીને મળનારા પાણીનો લાભ નાગરિકો મળે તે માટે પાણી પુરવઠા વિભાગે ટાંકીઓના ઝોનમાં વધારો કર્યો છે. દક્ષિણ વિસ્તારની 7 ટાંકીમાં 23ની જગ્યાએ હવે 32 ઝોનમાં પાણી વિતરણ કરાશે. શહેરમાં પાણીની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા માટે પાલિકાએ ફરિયાદ સેલ શરૂ કર્યો હતો.

જેમાં છેલ્લા 5 મહિનામાં શહેરમાંથી 2631 ફરિયાદ મળી છે. જેમાં સૌથી વધુ 2105 ફરિયાદો પાણી લો પ્રેશરથી મળતું હોવાની છે. 4 ઝોનમાં દક્ષિણના લોકોને સૌથી વધુ પાણી લો પ્રેશરથી મળતું હોવાની ફરિયાદ કરી છે, જેની સંખ્યા 784 છે. જોકે હવે પાલિકા સિંધરોટ પાણી પ્રોજેક્ટમાંથી 18મી તારીખથી 50 એમએલડી પાણી મેળવી દક્ષિણ વિસ્તારને આપશે. શહેરમાં દક્ષિણ ઝોનની 7 ટાંકી, પૂર્વમાં 1 ટાંકી, ઉત્તર ઝોનની 2 ટાંકી અને પશ્ચિમ વિસ્તારની 2 ટાંકીમાં કુલ 43 ઝોનમાં પાણી આપવામાં આવે છે.

ત્યારે હવે 14 ઝોન વધારી 57 ઝોનમાં પાણી આપવામાં આવશે. દક્ષિણ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગે 50 એમએલડી પાણીનું વિતરણ કરવા માટે નવા 9 ઝોનમાં પાણીનો જથ્થો આપવાનું નક્કી કર્યું છે. 9 ઝોન વધતાં હવે 5 લાખ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળશે અને લોકોની સમસ્યાનો અંત આવશે.ઉલ્લેખનીય છે કે, એક ટાંકીમાંથી એક વિસ્તારના અલગ-અલગ ભાગને એક-એક કલાક સુધી પાણી આપવામાં આવે છે, જેને ઝોન કહે છે. એક ઝોનમાં એક કલાક પાણી આપવામાં આવે છે.

લાલબાગ ટાંકીમાંથી એક ઝોનનું પાણી પૂર્વમાં અપાશે
હાલમાં લાલબાગ ટાંકીમાંથી જુદા જુદા 5 ઝોનમાં 24.5 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. સિંધરોટ પાણી પ્રોજેક્ટનું પાણી મળવાથી લાલબાગ ટાંકીમાંથી જીઆઇડીસી ટાંકીને 1 ઝોનનું પાણી આપવામાં આવતું હતું, તે હવે બંધ કરી તે ઝોનનું પાણી શહેરના પૂર્વ વિસ્તારમાં આપવામાં આવશે. જેનાથી પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને પાણીનો લાભ મળશે.

કયા ઝોનમાં કેટલું પાણી અપાશે?

ટાંકીહાલનાનવાપહેલાંહવે
ઝોનઝોનમળતુંકેટલું
પાણીમળશે
દક્ષિણ ઝોન
માંજલપુર231525
જાંબુઆ133.315
જીઆઇડીસી546.4-1
તરસાલી672530
કપુરાઈ466.812
નાલંદા351620
બાપોદ2469
ઉત્તર ઝોન
ટીપી-131279
લાલબાગ5524.524.5
પૂર્વ ઝોન
આજવા91030.632.6
પશ્ચિમ ઝોન
કલાલી451010
વાસણા1255
અન્ય સમાચારો પણ છે...