આપદા:પાણીની ગેરકાયદે ધમધમતી ફેક્ટરીઓથી પ્રેશરની સમસ્યા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ 15ના કોર્પોરેટરોની મ્યુ. કમિશનરને રજૂઆત
  • પૂર્વ વિસ્તારમાં ગંદા પાણીની અને લો પ્રેશરનો ઉકેલ લવાતો નથી

પાલિકાની સભામાં રજૂઆત કર્યા બાદ પણ નિકાલ ન આવતાં વોર્ડ 15ના 2 કાઉન્સિલરે મ્યુ. કમિ.ને રજૂઆત કરી હતી. પાણીનો પ્રશ્ન, આરસીબીના કામ, વરસાદી ગટર નાખવા સહિતનાં કામો તેમજ પાણીની ગેરકાયદે મિનિ ફેક્ટરીઓ ધમધમતી હોવાની રજૂઆત કરી હતી.ઇલેક્શન વોર્ડ 15માં ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાનો નિકાલ ન થતાં કાઉન્સિલર આશિષ જોષીએ અનેકવાર રજૂઆત કરી હતી. છતાં નિરાકરણ ન આવતાં શનિવારે કાઉન્સિલર આશિષ જોષી અને પૂનમબેન શાહે મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી.

જેમાં 3 વર્ષથી ઠક્કરબાપા સોસાયટી પાસેથી પસાર થતા નાળામાં ગંદકી થતાં લોકો પરેશાન હોવાની રજૂઆત કરી હતી. તદુપરાંત પાણીના લો પ્રેશરની સમસ્યા છે. આશિષ જોષીએ જણાવ્યું કે, સ્વિમિંગ પુલમાં પાણી ન ભરવા રજૂઆત હતી છતાં પાણી ભર્યું હતું. આજે સ્વિમિંગ પુલ અડધો થઈ ગયો છે અને વિસ્તારમાં પાણી મળતું નથી. પૂર્વ વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થામાં ખામી છે.

તદુપરાંત 572 નંબરના પ્લોટ પર અર્બન હેલ્થ સેન્ટર કે પાર્ટી પ્લોટ બનાવવા માગ હતી. પૂર્વ વિસ્તારમાં પાણીની મિનિ ફેક્ટરી મોટી સંખ્યામાં ચાલુ છે. કેટલાક લોકો બોરિંગની આડમાં કોર્પોરેશનનું પાણી પરમિશન વિના મેળવી ધંધો પણ કરી રહ્યા હોવાની પણ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...