બિલ ઓડિટ શાખામાં રજૂ:PRO વિભાગે ફરાસખાનાનુ 1.79 લાખની જગ્યાએ 13,676નું બિલ મૂક્યું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020માં વહીવટી વોર્ડ નંબર 1માં વેરો ભરવાની કામગીરી માટે કરેલી વ્યવસ્થાનું રૂ.1.79 લાખના બીલની જગ્યાએ પાલિકાના પી.આર.ઓ વિભાગે રૂ. 13,676નું બનાવતાં બે વર્ષ બાદ સુધારાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી હતી.

વડોદરા મહાનગર પાલિકાએ ફરાસખાના માટે શોભનમ ડેકોરેટર્સ અને વાર્ષિક ઈજારો આપેલો છે. વર્ષ 2017થી એક વર્ષ માટે થયેલા વાર્ષિક ઈજારાની મુદત પુરી થતા નવીન વાર્ષિક ઈજારો થાય ત્યાં સુધી પેન્ડિંગ બિલ ચૂકવણા કરવા માટે સ્થાયી સમિતિમાં વર્ષ 2020ના નવેમ્બર મહિનામાં દરખાસ્ત મૂકાઇ હતી. જેને મંજૂરી આપવામાં આવી હતી. સાથે 2020માં જૂન મહિનામાં વહીવટી વોર્ડ 1 માં વેરો ભરવાની કામગીરી વેળાએ ઇજારદારે કરેલી વ્યવસ્થાનું બિલ 1.79 લાખ થયું હતું. જેની જગ્યાએ ભૂલથી રૂ. 13,676નું બિલ મુકાયું હતું.

બિલ ઓડિટ શાખામાં રજૂ થતા જ ઓડિટ શાખાએ વાંધો ઉઠાવતાં દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિમાં આવતા જ સમિતિએ પીઆરઓ વિભાગે કરેલી ભૂલને સુધારી ઇજારદારને ચુકવણું કરવા મંજૂરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...