શિક્ષણનો પ્રયાસ:સ્લમ વિસ્તારનાં 200 બાળક માટે ખાનગી શાળા બપોરની પાળી શરૂ કરી નિશુ:લ્ક શિક્ષણ આપશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બરોડા હેલ્પિંગ હેન્ડ સ્ટ્રીટ ચાઇલ્ડનો ખાનગી શાળાઓમાં પ્રવેશ કરાવશે. - Divya Bhaskar
બરોડા હેલ્પિંગ હેન્ડ સ્ટ્રીટ ચાઇલ્ડનો ખાનગી શાળાઓમાં પ્રવેશ કરાવશે.
  • એનજીઓ જેને રોડ પર શિક્ષણ આપતું તે હવે શાળામાં ભણશે

શહેરના સોમા તળાવ કૃષ્ણ નગર ખાતે રહેતા બાળકોને સાત વર્ષથી શિક્ષણ આપતી એનજીઓએ બાળકોને સરકારી સ્કૂલને બદલે ખાનગી સ્કૂલનું શિક્ષણ આપવાના પ્રયાસ કર્યા છે. વાઘોડિયા રોડ પરની શાળાના સંચાલકોએ આ બાળકો માટે બપોરની પાળી શરૂ કરવા સહમતી આપી છે. જૂનના નવા સત્રમાં 200 બાળકોને સરકારીને બદલે ખાનગી સ્કૂલનું ગુણવત્તાવાળું શિક્ષણ મળે તેની જરૂરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

સ્લમ વિસ્તારના બાળકોને ખુલ્લામાં ટ્યુશન અને શિક્ષણ આપી જ્ઞાન યજ્ઞ શરૂ થયો હતો. આ કાર્ય કરી રહેલા પૂજાબેન સુર્વેએ આ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે પ્રયાસ શરૂ કર્યા હતા. 10 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ એમની પાસે ભણે છે. તે પૈકીના એક વિદ્યાર્થીના બે વર્ષ અગાઉ કોરોના પહેલાં બોર્ડની પરીક્ષામાં 72% માર્ક આવતા તેમણે બાળકોના ભવિષ્ય સુધારવા માટે નિર્ણય કર્યો હતો.

વાઘોડિયા રોડ રેવા પાર્ક ખાતે આવેલી અંગ્રેજીમાં માધ્યમની મનાલ્સ પ્રાઇવેટ સ્કુલ નો સંપર્ક સાધ્યો હતો. આ સ્કૂલ માત્ર સવારની પાળીમાં કાર્યરત છે. શાળાના સંચાલક કમલેશ દાવડે બપોરની પાળી આ બાળકો માટે શરૂ કરવા સહમતિ દર્શાવી હતી.

શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી દેવાઇ છે
મારી સ્કૂલમાં 8 રૂમ છે, 200 બાળકો સમાવી શકાશે. 1થી 5 ધોરણના બાળકો માટે બપોરની પાળી શરૂ કરવા બંધ થયેલી સ્કૂલનું રજીસ્ટ્રેશન ટ્રાન્સફર કરી સ્ટાફને રાખીને ગરીબ બાળકો માટે નવી પાળી શરૂ કરવા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. > કમલેશ દાવડે, શાળા સંચાલક

અન્ય સમાચારો પણ છે...