મોદીનો આજે અઘોષિત રોડ-શો:વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે સીધા જ નવલખી મેદાનમાં પહોંચી સભા સંબોધશે

વડોદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાહેર સભા બાદ મોદી એરપોર્ટ સુધી કારમાં જશે, રૂટમાં જે જગ્યાએ ભીડ હશે ત્યાં ઊભા રહી શહેરીજનોનું અિભવાદન ઝીલે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 158 દિવસ બાદ શહેરની ત્રીજી વાત મુલાકાત લેવાના છે. નવલખી મેદાન ખાતે વડાપ્રધાન શહેર-જિલ્લાની 10 બેઠકોના ઉમેદવારોને વોટ આપવાની અપીલ કરશે. તેઓ હેલિકોપ્ટર મારફતે નવલખી મેદાનમાં બનાવેલા હેલીપેડ પર ઉતરી સભા સ્થળે પહોંચશે અને ત્યારબાદ બાય રોડ એરપોર્ટ ખાતે પહોંચશે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે પીએમના રોડ શોની જાહેરાત કરાઈ નથી, પરંતુ પીએમના રૂટ પર જ્યાં જનમેદની હશે ત્યાં પીએમ લોકોનું અભિવાદન ઝીલશે, તેમ જણાવાયું છે એટલે આ અઘોષિત રોડ શો થઇ જશે.

વડાપ્રધાને 18 જૂને લેપ્રસી મેદાનમાં સભાને સંબોધી હતી. ત્યારબાદ તેઓ 30 ઓક્ટોબરે લેપ્રેસી મેદાનમાં ડિફેન્સ એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઈનના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હવે ચૂંટણીને અનુલક્ષીને નવલખી મેદાન ખાતે જાહેરસભા કરશે. બુધવારે સાંજે 4.30 કલાકે તેઓ સભા સ્થળે પહોંચનાર છે. વડાપ્રધાનના કાર્યક્રમને પગલે નવલખીમાં સ્ટેજ બનાવવા અને લોકોને બેસવાની વ્યવસ્થાની કામગીરી કરાઈ હતી.

બીજી તરફ એસપીજી કમાન્ડો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્ટેજ અને તેની આસપાસના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન પરત બાય રોડ એરપોર્ટ ખાતે પહોંચશે. જેના પગલે નવલખી મેદાનથી એરપોર્ટ સુધીના રૂટ પર પાલિકા દ્વારા સાફ-સફાઈ, વૃક્ષોનું ટ્રીમીંગ, રંગ રોકાણ સહિતની કામગીરી કરવામાં આવી છે. જોકે નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટ તરફના રૂટ પર અલગ અલગ જંકશન ઉપર નાગરિકો એકત્ર થાય તે માટે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પોલીસે રસ્તા બંધ કરતાં વાહનચાલકો અટવાયા, હોર્ન વગાડીને રોષ ઠાલવ્યો
શહેરમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવલખી સંકુલમાં જાહેરસભા સંબોધવાના છે તેની તૈયારીઓ શહેર પોલીસ દ્વારા પૂરી કરાઈ છે. વડાપ્રધાનની વડોદરા મુલાકાતનો કાર્યક્રમ શાંતિપૂર્વક માહોલમાં પૂરો થાય અને કોઈ અપ્રિય ઘટના ન ઘટે તેની અગમચેતી રૂપે શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરાયું છે અને જાહેર સભા બાદ જે રૂટ પરથી પીએમ હરણી એરપોર્ટ પહોંચવાના છે તે રૂટ પર શહેર પોલીસ દ્વારા પીએમની મુલાકાતની પૂર્વ સંધ્યાએ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને બંદોબસ્તના વિવિધ પાસાંઓ ચકાસવામાં આવ્યા હતા.

જો કે, રિહર્સલના કારણે વાહન ચાલકો અટવાઇ જતાં તેમણે ચાર રસ્તા પર હોર્ન વગાડીને તેમનો રોષ છાલવ્યો હતો. જાહેર સભા બાદ નવલખી સંકુલથી પીએમ જેલ રોડ,કાલાઘોડા ,ફતેગંજ, એલએન્ડી ટી સર્કલ, અમીતનગર થઇ હરણી એરપોર્ટ જવાના છે, જાહેર સભા અને પીએમના પ્રસ્થાન વેળા વિશેષ બંદોબસ્તનું આયોજન કરાયું છે.

આ રૂટ પર સાંજે 4 વાગ્યાથી પ્રવેશ બંધી

 • અકોટા િબ્રજ ચાર રસ્તાથી નર્સિંગ હોમ તરફ
 • રેલવે સ્ટેશનથી કાલાઘોડા તરફ..
 • ઝરી સ્કૂલથી સેફરોન તરફ...
 • કાશીબાથી નરહરી સર્કલ તરફ...
 • અમીતનગરતી માણેક પાર્ક તરફ...
 • મકરપુરાથી
 • લાલબાગ તરફ...
 • મુજમહુડાથી
 • લાલબાગ તરફ...
 • મુક્તાનંદથી

વુડા સર્કલ તરફ...

બીજા દિવસે હેલિકોપ્ટરને ઉતારવા માટેનું નવલખીમાં રિહર્સલ કરાયું
નવલખી મેદાન ખાતે વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઈ ડોમની વ્યવસ્થાની સાથે જે સભા સ્થળે બનાવવામાં આવેલા હેલીપેડ ખાતે હેલીકોપ્ટરના ઉતરાણ સહિતની બાબતને લઈ રીહર્સલ કરવામાં આવ્યું હતંુ. તેની સાથે હેલીપેડથી સભા ડોમ સુધી પણ પીએમના કાફલાનું રીહર્સલ કરવામાં આવ્યું હતુ.

પાલિકાએ પ્રધાનમંત્રીના રૂટને ચમકાવી દીધો
મહાનગરપાલીકા વડાપ્રધાનના રૂટની જાણકારી મળતા જ તે રસ્તા પર રંગ રોગાણ, ડિવાઈડરને સાફ કરવા, સાફ સફાઈ, વૃક્ષોના ટ્રીમિંગ, રસ્તા પર રફલેક્ટર લગાવવા, સફેદ પટ્ટા પાડવા, પેચવર્ક કરવા સહિતની કામગીરી કરી હતી.

2017માં પ્રધાનમંત્રી મોદી એરપોર્ટથી સર્કિટ હાઉસ થઇ નવલખી ગયા હતા
2017ની વિધાનસભા ચૂંટણી વખતે 10 ડિસેમ્બરના રોજ નવલખી ખાતે મોદીની જાહેર સભા યોજાઇ હતી. તે સમયે પ્રધાનમંત્રી એરપોર્ટથી સર્કિટ હાઉસ ગયા હતા ત્યાંથી નવલખી મેદાન ખાતે સભા સંબોધવા માટે પહોંચ્યા હતા. સતત જાહેર સભાઓના પગલે તે સમયે તેમનું ગળું બેસી ગયું હતું અને વહેલા આવી ગયા છતાં દોઢ કલાક સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવલખી મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી. નવલખી ખાતે હેલીપેડ બનાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...