પુષ્પમ સમર્પયામી:ફૂલોના ભાવ 150% વધ્યા, ગુલાબ રૂા.400 તો જૂઈ રૂા.2200માં કિલો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશોત્સવના 10 દિવસમાં ફૂલોનો 15 લાખનો વ્યવસાય
  • શહેરમાં ગુલાબ નારેશ્વરથી અને અન્ય ફૂલો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવે છે

ગણેશોત્સવમાં ફૂલોના ભાવમાં સામાન્ય દિવસો કરતાં 150 ટકાનો વધારો થતાં લોકોને ભગવાનને ફૂલ ચડાવવાનું મોંઘું પડી રહ્યું છે. હારને બદલે માત્ર પુષ્પ અર્પણ કરી સંતોષ માનવો પડે છે. માંડવી ખાતે ફૂલોનો વ્યવસાય કરતા દીપક માળીએ જણાવ્યું કે, ગણપતિ ઉત્સવ અગાઉ ગુલાબનો ભાવ કિલોના 150 રૂપિયા હતો, જે અત્યારે વધીને રૂા.400 થયો છે. સૌથી વધુ ભાવ વધારો જૂઈમાં જોવા મળે છે. જૂઈનો ભાવ વધીને કિલોના રૂા.2200 થતાં કેટલાય નાના વેપારીઓ જૂઇને બદલે પીળા ગલગોટાનું વેચાણ કરવા મજબૂર બન્યા છે.

સામાન્ય રીતે ગણેશોત્સવમાં રૂા.15થી 20 લાખનો ફૂલનો વ્યવસાય થતો હોય છે. 1500 કિલો ફૂલની એક ટ્રક ભરાય છે. આવી રોજ 40 ટ્રક આવે છે. ગુલાબ નારેશ્વરથી આવે છે, જ્યારે અન્ય ફૂલો પૂના, રતલામ અને મુંબઈથી આવતાં હોય છે. આ ભાવ વધારો શ્રાદ્ધકાળ પછી નવરાત્રીમાં પણ જોવા મળશે.

આ ભાવ વધારો લગ્ન સિઝનમાં આકરો પડશે
ગણપતિમાં વધેલો ભાવ નવરાત્રી અને પછી લગ્ન સિઝન માટે આકરો સાબિત થશે. અત્યારે મંડળો પૈસા ઉઘરાવી ખર્ચ કરતા હોય છે, તેથી અસહ્ય ન થાય. જોકે લગ્ન સિઝનનું બજેટ ડેકોરેશનમાં ખૂબ જ ઊંચું જશે. - સુનિલ માળી, ફૂલના વેપારી

કેટલો ભાવ વધારો થયો

ફૂલઅગાઉનો ભાવહાલનો ભાવ
ગુલાબ150400
ગલગોટા100150
જૂઇ8002200
લીલી ઇંગ્લિશ1530
ગુલાબનો બંચ150250

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...