ભાવવધારો:શહેરમાં પેટ્રોલનો ભાવ રૂ.100એ પહોંચવાથી માત્ર 30 પૈસા જ દૂર

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 37 દિવસમાં પેટ્રોલનો ભાવ રૂ.1.84, ડીઝલનો ભાવ ~3.24 વધ્યો
  • રોજ 10 લાખ લિટર પેટ્રોલ અને 8 લાખ લિટર ડીઝલનું વેચાણ

શહેરમાં ગુરૂવારના રોજ પેટ્રોલનો ભાવ રૂા.99.70 સુધી પહોચી જતાં હવે સદી વટાવવા માટે ભાવ 30 પૈસા જ દુર રહ્યો છે. ડિઝલનો ભાવ રૂા.98.57 નોધાયો હતો. 1 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર સુધી પેટ્રોલમાં રૂા.1.84 અને ડિઝલમાં રૂા.3.24 નો વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં 80 પેટ્રોલપંપ પરથી દૈનિક 10 લાખ લીટર પેટ્રોલ અને 8 લાખ લીટર ડિઝલનું વેચાણ થઈ રહ્યું છે.

ગુજરાત સિવાય બહારના રાજ્યોમાં આ પહેલાથી જ પેટ્રોલનો ભાવ સદી વટાવી ચુક્યો છે.ત્યારે નજીકના દિવસોમાં વડોદરા સહિત રાજ્યમાં પેટ્રોલ સદી વટાવી દેશે તેવી પ્રબળ સંભાવના છે. પેટ્રોલના ભાવ વધતા શહેરીજનો પર મોંઘવારીનો વધુ એક માર વાગ્યો છે. પેટ્રોલના ભાવ વધતા તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પળશે.જેના કારણે લોકોના ઘરનું બજેટ પણ ખોરવાશે.

37 િદવસમાં રૂ.1.84નો વધારો
1 સપ્ટેમ્બર~97.86
5 સપ્ટેમ્બર~97.71
28 સપ્ટેમ્બર~97.91
30 સપ્ટેમ્બર~98.15
1 ઓક્ટોબર~98.39
2 ઓક્ટોબર~98.63
3 ઓક્ટોબર~98.87
5 ઓક્ટોબર~99.11
6 ઓક્ટોબર~99.41
7 ઓક્ટોબર~99.70
અન્ય સમાચારો પણ છે...