કામગીરી:એરપોર્ટ નજીકના પ્લોટ પરથી 50 મકાનનાં દબાણ હટાવાયાં

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવાસની ફાળવણી કરવા છતાં અડિંગો જમાવ્યો હતો
  • પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરેલા 9ની અટકાયત

શહેરના એરપોર્ટ સર્કલ પાસે આવેલા જવાહર ફળિયાના 50 મકાનો પર દબાણ ખાતાએ બુલડોઝર ફેરવતા સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે 9 લોકોની અટકાયત કરી હતી. સ્થાનિક લોકોએ મકાનો તોડતા પહેલા ધરણા યોજી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો.શહેરના એરપોર્ટ સર્કલ પાસે આવેલા જવાહર ફળિયામાં 50 મકાનો આવેલા છે. બે મહિના અગાઉ પાલિકાની ટીપી વિભાગની ટીમે મકાનો ખાલી કરવા નોટિસ આપી હતી. પાલિકા તંત્રએ તમામ લોકોને મકાનોની ફાળવણી કરી હોવાનો દાવો કર્યો છે.

તો સ્થાનિકોએ મકાનો રહેવા લાયક નથી તેમ કહી હજી રહેવા ગયા નથી તેમ જણાવ્યુ હતું. પાલિકાએ ફાળવેલા ફાઇનલ પ્લોટમાં ઝુપડા હોવાથી તેને દબાણ મુક્ત કરવા પાલિકાની દબાણ શાખાની ટીમે 50 જેટલા મકાનો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આ સમયે ત્યાં વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે 9 જેટલા લોકોની અટકાયત કરી હોવાની માહિતી મળી છે. જોકે આ જમીન બાબતે કોર્ટમાં કેસ પણ ચાલતો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...