સપાટા સામે સવાલ:ખંડેરાવ માર્કેટની પાછળ ફ્રૂટ બજારમાં સવારે હટાવેલાં દબાણ બપોરે જૈસે થે!

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની ટીમે ખંડેરાવ માર્કેટના ફ્રૂટ બજારથી દબાણો દૂર કર્યાં હતાં. - Divya Bhaskar
પાલિકાની ટીમે ખંડેરાવ માર્કેટના ફ્રૂટ બજારથી દબાણો દૂર કર્યાં હતાં.
  • દબાણ શાખાએ ગણતરીની લારી ઉઠાવ્યાનો કોર્પોરેટરનો આક્ષેપ

પાલિકાની મુખ્ય કચેરી પાછળ ખંડેરાવ માર્કેટના ફ્રૂટના વેપારીઓ દ્વારા કરાયેલાં દબાણો સવારે 9.30 વાગે દબાણ શાખાએ દૂર કર્યાં હતાં, પણ બપોરે 2 વાગ્યે જ પુન: દબાણ થતાં દબાણ શાખાની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા.

પાલિકાની વડી કચેરી પાછળ ફ્રૂટ માર્કેટમાં લારી-ગલ્લા અને પથારાના દબાણથી લોકોને પરેશાની પડી રહી છે. મંગળવારે કોર્પોરેટર જાગૃતિબેન કાકા અને ધર્મેશ પટણીની રજૂઆત બાદ દબાણ શાખાની ટીમ દબાણો હટાવવા પહોંચી હતી. સવારે સિદ્ધનાથ રોડથી ખંડેરાવ માર્કેટ તરફના માર્ગ અને ફ્રૂટ બજારમાં વેપારીઓ દ્વારા પથારા-લારીઓ મૂકી કરેલાં દબાણો દૂર કરી લારી-કેરેટ કબજે લીધા હતા.

જોકે તેના ગણતરીના કલાકો બાદ વેપારીઓએ ફરી કેરેટ મૂકી દબાણ કર્યું હતું. જેની જાણ થતાં જાગૃતિ કાકાએ સ્થળે પહોંચી દબાણ શાખાને જાણ કરી હતી. તેઓએ દબાણ શાખાના અધિકારીઓ સામે ગણતરીની લારી ઉઠાવ્યાના આક્ષેપ કર્યા હતા. ફ્રૂટ માર્કેટમાં બપોરે 7 ટેમ્પો જોતાં તેમણે પોલીસ બોલાવી હતી. પોલીસે 7 ટેમ્પો ચાલકને 2 હજારનો મેમો આપ્યો હતો.ઉપરાંત સયાજીપુરાના સત્યમ પાર્ટી પ્લોટ અને વ્રજધામ કોમ્પ્લેક્સ વચ્ચે કમ્પાઉન્ડ વોલ સહિતનાં 25થી વધારે દબાણોને દૂર કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...