મારા પર ભરોસો નહીં કે:પ્રમુખે મેયરને કહ્યું,ડેટા રિકવર ના થતા હોય તો IT ટીમ મોકલું

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચરા કૌભાંડને કચરાપેટીમાં નાખવા પેંતરા
  • છેલ્લા 14 મહિનાના ડેટા ગાયબ કરવામાં આવતાં રિકવરીના પ્રયાસ

શહેરમાં ડોર ટૂ ડોરમાં ચાલતી ગેરરીતિ ખુદ ભાજપના જ કાઉન્સિલરે છતી કરતા હવે પાલિકાના શાસકો અને વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું છે. છેલ્લા 14 મહિનાના ડેટા ગાયબ થયા બાદ કોઈ કાર્યવાહી નહિ થતાં ભાજપના શહેર પ્રમુખે મેયરને જો ડેટા રિકવર ન થાય તો અમારી ટીમ મોકલવાનું જણાવી ઢીલી તપાસ અંગે કટાક્ષ કર્યો હતો.

ગત 18મી તારીખે ભાજપના વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષીએ પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોરના વાહનોની ગેરરીતિ ઝડપી પાડી હતી.પૂર્વની જેમ પશ્ચિમમાં પણ આ જ રીતે 38 હજારથી વધુ પોઇન્ટ મિસ કરવા છતાં ઇજારદારને પેનલ્ટી અપાઈ ન હતી. તેટલું જ નહીં કૌભાંડ ઉજાગર થતા છેલ્લા 14 મહિનાના ડેટા પણ ગાયબ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે.

બીજી તરફ કચરા કૌભાંડનો મુદ્દો ભાજપની સંકલનની બેઠક ઊઠ્યો હતો. મેયરે તપાસ ચાલતી હોવાનું જણાવ્યું હતું.જોકે સૂત્રો જણાવ્યા મુજબ શહેર પ્રમુખ વિજય શાહે મેયરને જો ડેટા રિકવર ન થતા હોય તો અમારી આઈટીની ટીમ મોકલું તેમ કહેતા મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, શહેર પ્રમુખે જરૂર પડે તો આઇટીની ટીમ બહારથી મગાવી તપાસ કરવી જોઈએ. આમ, શહેર સંગઠ કૌભાંડની તપાસ કરી કાર્યવાહી કરવાના પક્ષમાં છે. બીજી તરફ વર્ષોથી એક જ ચેમ્બરમાં બેસતા અધિકારીઓએ ભેદી મૌન ધારણ કર્યું છે.

સમય મર્યાદામાં બાબતનો નિકાલ થવો જોઈએ
મેં એમ નથી કહ્યું કે, અમારી આઇટીની ટીમ મોકલું. મેં આ બાબતે કહ્યું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ટેક્નોલોજીની લિમિટેશન છે અને તેના કારણે કોઈ વ્યક્તિને દંડ ન થવો જોઈએ. નિયત સમય મર્યાદામાં આ બાબતનો નિકાલ આવે તે દિશામાં પ્રયાસ કરવા જોઈએ. > ડો. વિજય શાહ, અધ્યક્ષ, શહેર પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...