ધરપકડ:આપનો યુવા મોરચાનો પ્રમુખ દારૂ પી લથડિયાં ખાતો ઝબ્બે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોરવા ગામના ગેટ પાસે પીધેલી હાલતમાં મળ્યો
  • અજીત​​​​​​​ સોલંકી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના યુવા મોરચાના પ્રમુખને ગોરવા પોલીસે શુક્રવારે રાતે ગોરવા ગામના ગેટ પાસેથી દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યો હતો. જેને પગલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

ગોરવા પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન શુક્રવારે રાતે 9:10 વાગ્યાના સમયે ગોરવા ગામના ગેટ પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન એક વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતો મળી આવ્યો હતો. પોલીસે તેનું નામ પૂછતાં તેણે અજીતસિંહ ભાઈલાલભાઈ સોલંકી (બજરંગ સોસાયટી, ગોરવા)નો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે તેની તપાસ કરતાં તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે અજીતસિંહ ભાઈલાલભાઈ સોલંકીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અજીતસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં વડોદરા શહેરના યુવા મોરચાના પ્રમુખ તરીકે કાર્યરત છે. સાશક અને વિરોધ પક્ષ સામે મોટો પડકાર થઇને ઉભેલી આમ આદમી પાર્ટીનો યુવા પ્રમુખ ઝડપાતાં રાજકીય બેડામાં ચર્ચાઓ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...