નિર્ણય:એરપોર્ટ પર શરૂ કરાયેલું પ્રિમિયમ પાર્કિંગ બંધ થયું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો
  • વાહનો આવતાં ન હોવાનું કોન્ટ્રાક્ટરનું બહાનું

વડોદરા એરપોર્ટ ઉપર શરૂ કરવામાં આવેલા પ્રીમિયમ પાર્કિંગ ને તાત્કાલિક અસરથી અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે લોકોને વાહનો પાર્ક કરવા માટે દૂર જવું પડે છે. એરપોર્ટના એરાઇવલ અને ડિપાર્ચરની સામે શહીદ સ્મારક નજીક આ પ્રીમિયમ પાર્કિંગની જગ્યા એલોટ કરવામાં આવી હતી. જ્યાં પાર્કિંગના ચાર્જ કરતા થોડો વધુ ચાર્જ ચૂકવવો પડતો હતો. જો કે આ પાર્કિંગ છેલ્લા બે દિવસથી અચાનક બંધ કરી દેવામાં આવ્યા અંગે કોન્ટ્રાક્ટરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અત્યારે એરપોર્ટ ઉપર વાહનો ખૂબ ઓછા આવે છે.

જેને કારણે પ્રીમિયમ પાર્કિંગ બંધ કર્યું છે. વાહનોની સંખ્યા વધશે ત્યારે ફરી ચાલુ કરવામાં આવશે. પ્રીમિયમ પાર્કિંગમાં એક માણસ પણ બેસાડવો પડે છે. તેનો ખર્ચ સંસ્થાને વેઠવો પડે છે. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ દ્વારા આ કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો છે. જેને ફરજિયાત ચાલુ રાખવો પડે છે. સમગ્ર વિષયમાં એરપોર્ટ ઓથોરિટી તપાસ કરીને ચાલુ કરાવવા અંગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...