તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજયુકેશન:CBSEની પ્રી-બોર્ડ એક્ઝામ ડિસેમ્બરના પ્રારંભમાં લેવાશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેન્દ્રીય વિદ્યાલયોમાં ઓફલાઇન પરીક્ષા યોજાશે
 • ધો.12ના ઘટાડેલા સિલેબસ મુજબ પરીક્ષા યોજાશે

સીબીએસઇની પ્રી-બોર્ડ એકઝામ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લેવાશે. કેન્દ્રીય વિદ્યાલયોમાં ઓફલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે શિક્ષણને પાટે ચઢાવવાની શરૂઆત કરાઈ છે. સીબીએસઇ માધ્યમની શાળાઓમાં ડિસેમ્બરમાં પરીક્ષાઓનું આયોજન કરવા પર વિચારણા હાથ ધરાઈ છે. ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રી-બોર્ડની પરીક્ષાના આયોજન પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પરીક્ષા લેવાશે. કેન્દ્રીય વિદ્યાલયોમાં ધોરણ 10 અને 12ની બોર્ડના વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બરનાના પહેલા સપ્તાહમાં પ્રી-બોર્ડની પરીક્ષાનું આયોજન કરાયું છે. પ્રી-બોર્ડની પરીક્ષાઓ ઓનલાઇન મોડની જગ્યાએ ઓફલાઇન મોડથી લેવામાં આવે તેવી શકયતાઓ છે. ધોરણ 11ની અડધા વર્ષની પરીક્ષા પણ ડિસેમ્બર મહિનામાં જ લેવામાં આવશે. સીબીએસઇ બોર્ડ દ્વારા જે પ્રમાણે ધોરણ 12 બોર્ડના સિલેબસમાં ઘટાડો કર્યો છે તે પ્રમાણેનો જ સિલેબસ રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો