હરિધામ વિવાદમાં હાઈકોર્ટના મીડીએશન સેન્ટરમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી વચ્ચે ચાલેલી સમાધાનની ચાર બેઠકો બાદ નિવેડો આવ્યો નથી. બંને પક્ષે કેટલાક મુદ્દે સહમતી થઈ નથી. જે અંગે હાઈકોર્ટને જાણ કરાઇ છે. હવે પ્રબોધસ્વામી જૂથ ચેરીટી કમિશનર સહિત અન્ય કાયદાકીય જોગવાઈ તરફ આગળ વધશે. સમાધાનની પહેલી બેઠક 9 મે, બીજી 25 મે, ત્રીજી 13 જૂને મળી હતી. જ્યારે ચોથી બેઠક 20 જૂને મળી હતી. પ્રબોધસ્વામી જૂથ અનુસાર, 20 જૂનની બેઠકમાં સામે પક્ષે સમાધાનની ના પાડી દેવાઈ છે. જેનો રિપોર્ટ હાઈકોર્ટના જજને સોંપાશે. હાઈકોર્ટમાં 4 જુલાઈએ હેબિયર્સ કોર્પસ અંગે આગળની સુનાવણી થશે.
જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના સંતો સાથે પ્રયત્ન કરતા સંપર્ક થઈ શક્યો નથી. સુત્રો અનુસાર, મંદિરના ટ્રસ્ટમાંથી પણ એક જૂથના સંતોને કાઢવાની પેરવી કરાઇ રહી હોવાનો વિરોધ થયો છે. વર્ષો જૂના વડીલ સંતોને ટ્રસ્ટમાં સામેલ ન કરાય અને તમામ સત્તા એક પક્ષ ભોગવે તેનો વિરોધ થયો છે. એક પક્ષના સંતને ગાદીપતી દર્શાવવા બીજો પક્ષ વિરોધ કરી રહ્યો છે. પ્રબોધસ્વામી જુથ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.