તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:TYBScની મોકૂફ કરાયેલી પરીક્ષા 15 એપ્રિલથી લેવાશે; ઓફલાઇનની મંજૂરી નહીં મળે તો ઓનલાઇન થશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય ફેકલ્ટીમાં ઓનલાઇન મોડથી પરીક્ષા થઇ રહી છે

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં મોકૂફ રાખવામાં આવેલી ટીવાયની પરીક્ષા 15 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સરકાર ઓફલાઇનની પરીક્ષાની ના પાડશે તો પરીક્ષા ઓનલાઇન લેવાશે. યુનિવર્સિટીમાં ઓફલાઇન માધ્યમથી શિક્ષણ અને પરીક્ષાની શરૂઆત સૌ-પ્રથમ સાયન્સ ફેકલ્ટી દ્વારા કરવામાં આવી હતી. સરકાર દ્વારા ઓફલાઇન શિક્ષણની જાહેરાત પછી પણ મોટાભાગની ફેકલ્ટીઓ દ્વારા ઓનલાઇન માધ્યમથી જ પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી.

સાયન્સ ફેકલ્ટી દ્વારા ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જયારે પરીક્ષાઓ પણ ઓફલાઇન લેવામાં આવી હતી. 22 મી માર્ચથી ટીવાય બીએસસીના છઠ્ઠા સેમીસ્ટરની પરીક્ષા શરૂ થવાની હતી જોકે સરકારે 10મી એપ્રીલ સુધી ઓનલાઇન શિક્ષણના માધ્યમથી અભ્યાસ ચાલુ રાખવામાં આવે તેવી સૂચનાઓ આપી હતી. જેના પગલે સાયન્સ ફેકલ્ટી દ્વારા ઓફલાઇન માધ્યમથી લેવામાં આવનારી પરીક્ષાને મોકુફ રખાઈ હતી. સાયન્સ ફેકલ્ટી દ્વારા પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. 15 મી એપ્રીલથી મોકુફ રાખવામાં આવેલી પરીક્ષાઓ લેવામાં આવશે. અત્યારે તો ફેકલ્ટી સત્તાધીશો દ્વારા ઓફલાઇન માધ્યમથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.

સરકાર અાગામી સમયમાં પણ ઓફલાઇન માધ્યમની જગ્યાએ ઓનલાઇન માધ્યમથી જ અભ્યાસ તથા પરીક્ષા ચાલુ રાખવાની સૂચના આપશે તો આ પરીક્ષાઓની તારીખોમાં બદલાવ કર્યા વગર જ ઓનલાઇન માધ્યમથી પરીક્ષા લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને સંક્રમણનો કોઇ ખતરો ના રહે. ઉલ્લેખનીય છે કે સાયન્સ ફેકલ્ટી સીવાયની અન્ય ફેકલ્ટીઓમાં ઓનલાઇન મોડથી જ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, એમ આધારભૂત સૂત્રોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો