શહેર ટ્રાફિકમાં ચાલતી લાલિયાવાડીનાં અહેવાલોના પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે અગાઉ પાવતી નહિ આપી રોકડી કરતા કર્મીઓ સ્ટિંગ ઓપરેશનમાં કેદ થયા બાદ પોઇન્ટ ઉપર ગેરહાજર રહેતા પોલીસ કર્મીઓના અહેવાલ બહાર આવ્યા છે.ટ્રાફિક શાખામાં રહી ટ્રાફિક નિયમનને બદલે રોકડી કરતા અને પોઇન્ટને બદલે અન્ય સ્થળે આરામ કરનારાઓ અહેવાલ બાદ ફફડાટ ફેલાયો છે જોકે ફરજનિષ્ઠ કર્મીઓ પણ આવા લોકોને કારણે બદનામ થતા હોવાથી પોલીસના બિન સત્તાવાર વોટ્સએપ ગ્રૂપમાં આજે દિવસ ભર અખબારી અહેવાલની ચર્ચાઓ જોવા મળી હતી.
ટ્રાફિક કર્મી ગેરહાજર અંગેના વિવાદ અંગે એસીપી ટ્રાફિક પશ્ચિમનો સંપર્ક કરતા એમને ફોન ઉપાડ્યો ન હતો આ અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, આ ખાતાકીય કાર્યવાહીની તપાસ હજી ચાલુ છે હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી એમ જણાવ્યું છે.ટ્રાફિક કર્મીઓમાં ચાલતી ચર્ચા પ્રમાણે લાંબા સમયથી વિભાગમાં વ્હાલા દવલાની નીતી અપનાવાય છે અધિકારીઓના ખાસ કહેવાતાઓને મનગમતો પોઇન્ટ અને બપોરની સીફ્ટ આપવામાં આવે છે.
જ્યારે ખરેખર જરૂરિયાત હોય એવા કર્મીઓને રજા સુદ્ધાં આપવામાં આવતી નથી. રજા જોઈએ તો ઉપરી અધિકારીને ભેટ ચઢાવી પડતી હોવાનો શિરસ્તો બની ગયો હોવાનો અસંતોષ ફેલાયો છે.દિવ્યભાસ્કરે અગાઉ કરેલા સ્ટિંગ ઓપરશન બાદ અધિકારીઓએ ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી પરંતુ લાંબો સમય વિતી જવા છતાં હજી સુધી શુ તપાસ કરવામાં આવી તેનો એનો રિપોર્ટ તૈયાર કરી કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતાં શંકાઓ ઉભી થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.