તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા પોલીસનું અભિયાન:કોરોનામાં છત્ર ગુમાવનાર બાળકોની કાયદાકીય જોગવાઇ મુજબ સારસંભાળ લેશે, ત્યજેલું બાળક દેખાય તો હેલ્પલાઇન પર ફોન કરો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારીમાં માતા-પિતા ગુજરી ગયા હોય અને બાળકોને ત્યજી દેવામાં આવ્યા હોય,આવા બાળકો જો કોઈ નાગરીકના ધ્યાનમાં આવ્યાં હોય તો તે અંગે પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર,શી ટીમ હેલ્પલાઈન નંબર 7434888100 અને ચિલ્ડ્રન હેલ્પલાઈન નંબર 1098 પર જાણ કરવા પોલીસ કમિશનરે લોકોને વિનંતી કરી છે. આ બાળકોને કાયદાકીય જોગવાઈ પ્રમાણે સારસંભાળ લેવામાં આવશે.

ત્યજેલું બાળક દેખાય તો કોલ કરવો
વડોદરા પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે જણાવ્યું હતું કે, જે બાળકોના માતાપિતા કોરોનામાં અવસાન પામ્યાં હોય અને તેમને ત્યજી દેવામાં આવ્યાં હોય તો આવા બાળકોની સારસંભાળ અને દેખરેખ કાયદાકીય જોગવાઈ પ્રમાણે થઈ શકે છે. જો આવા કોઈ બાળકો અંગે નાગરીકોને કોઈ જાણકારી મળે તો તેમને તુરંત પોલીસકંટ્રોલ રૂમ નંબર 100, શી ટીમ હેલ્પલાઈન નંબર 7434888100 અને ચિલ્ડ્રન હેલ્પલાઈન નંબર 1098 પર જાણ કરવા જણાવ્યું છે.

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે, જે બાળકોના માતા-પિતા કોરોનાના કારણે અવસાન પામ્યાં હોય અને તેમને ત્યજી દેવામાં આવ્યા હોય આવા બાળકોની સારસંભાળ,દેખરેખ અને સુરક્ષા આપવા ચેરપર્સન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ ઓફ ઈન્ડિયા તેમજ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015ની કલમ 31 મુજબ કોઈપણ વ્યક્તિ દ્વારા ઉપરોક્ત પરીસ્થીતીમાં મુકાયેલા બાળકને કોઈપણ પોલીસ અધિકારી, ખાસ બાળ પોલીસ સમક્ષ રજુ કરી શકાય છે.

બાળ કલ્યાણ સમિતિમાં 5 સદસ્ય હોય છે
પોલીસ કમિશનરે જણાવ્યું કે, બાળકલ્યાણ સમિતિમાં કુલ 5 સદસ્ય હોય છે.જેમાં એક ચેરપર્સન જે કોર્ટ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ કક્ષાના હોય છે. અન્ય ચાર સભ્ય જેમાંથી એક સભ્ય મહિલા રહે છે.

અન્ય સમાચારો પણ છે...