તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રસી ન લેનાર વેપારીને પોલીસ હેરાન ન કરે રસીકરણ કાર્યક્રમ બંધ થયા પછી દંડ વસૂલે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેપારીઓને પોલીસની કનડગત મુદ્દે મંત્રી યોગેશ પટેલની ટકોર

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીનાં બાળકોને ગણવેશ વિતરણના કાર્યક્રમમાં પાલિકા ખાતે હાજર રહેલા નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે જણાવ્યું કે, હું પોલીસને કહીશ કે, રસી ન લેનાર વેપારીને કનડગત ન કરે.

સરકાર દ્વારા રસીકરણ કાર્યક્રમ પૂરો થયાની જાહેરાત કરાય ત્યારે વેપારીઓ પાસેથી દંડ વસૂલાય. હજુ આપણી પાસે રસીનો જથ્થો આવી રહ્યો છે. લોકો રસી લેવા આવી રહ્યા છે ત્યારે પોલીસ વેપારીઓને હેરાન ન કરે. ઉલ્લેખનીય છે કે, ત્રીજી વેવને ધ્યાનમાં રાખી સરકારે વેપારીઓ, ફેરિયાઓ, શ્રમિક વર્ગને 30 જૂન સુધીમાં રસી લેવા સૂચના આપી છે.

18 પ્લસમાં માત્ર 5% લોકોને બીજો ડોઝ
રસીકરણના મહાઅભિયાનમાં 18થી 44 વર્ષના 73% લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 5.09% લોકોએ બીજો ડોઝ લીધો છે. 45 વર્ષની વય જૂથના લોકોમાં પણ આ તફાવત મોટો છે. જેમાં 45 વર્ષથી ઉપરના 78.39% લોકોએ પ્રથમ ડોઝ અને 22.39% લોકોએ બીજો ડોઝ લીધો છે.

મંગળવારે 12,269 લોકોએ રસી મુકાવી હતી. જેમાં 18 વર્ષથી ઉપરના 5110 લોકોએ પ્રથમ ડોઝ, 1589 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 45 વર્ષથી ઉપરના 1722 લોકોએ પ્રથમ ડોઝ અને 1896 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...