તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહીવટ:પોલીસે ગુનો ન નોંધીને રૂ 4 હજારમાં સમાધાન કરાવ્યું,‌‌‌રૂ 1500 ‘ફી’ વસુલી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકોટા રોડ પર અકસ્માત બાદ યુવકને માર મારી ફોન લૂંટી લીધો
  • અકસ્માત બાદ અજાણ્યો શખ્સ બાઇક પર બેસાડી છેક નાગરવાડા લઇ ગયો ફરિયાદ નોંધાવવા ધક્કા ખાધા બાદ પીડિત યુવકને પોલીસ સ્ટાફનો વરવો અનુભવ

અકોટા રોડ પર રોંગ સાઈડ પર આવતા યુવકને અન્ય બાઇક સવાર યુવકે માર મારી તેનો મોબાઈલ ઝૂંટવી લઈ બાઇક પર જબરજસ્તી બેસાડી નાગરવાડા લઈ ગયો હતો. ગોત્રી પોલીસે અપહરણ કરનારની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ યુવક પાસેથી સમાધાન પેટે રૂ. 4000 અપાવ્યા હતા. તેમજ પોલીસે રૂા. 1500 પડાવ્યાનો પણ અાક્ષેપ કર્યો હતો.

મૂળ રાજસ્થાનનો રામનિવાસ ગોદારા અકોટા રોડ પર ચીનારવુડ બંગલોઝમાં મજૂરીકામ કરે છે. તેઓના કહેવા પ્રમાણે મંગળવારે સવારે અકોટા રોડ પર બાઇક લઈને રોંગ સાઈડ જઇ રહ્યો હતો. ત્યારે સામેથી બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં સામાન્ય ઘવાયેલા સામેવાળા બાઇક ચાલકે તેને માર માર્યો હતો અને બાઇકની ચાવી કાઢી લઇ નુકસાનનો ખર્ચો માંગ્યો હતો. જોકે રામનિવાસે તેની પાસે નાણા નહીં હોવાનું જ યુવકે તેનો મોબાઈલ ઝૂંટવી લઈ તેને જબરજસ્તી બાઇક પર બેસાડી નાગરવાડા લઈ ગયો હતો.

ત્યાં તેને પહેલા રૂ. 20 હજાર આપી અને બાઇક અને મોબાઈલ લઈ જા તેમ જણાવ્યું હતું.જેથી રામનિવાસ રાવપુરા પોલીસ મથક પહોંચ્યો હતો. જો કે ઘટના ગોત્રીની હદમાં બની હોવાથી ગોત્રી પોલીસ અાવીને તેને લઈ ગઈ હતી. રામનિવાસની કેફીયતના આધારે પોલીસ બાઇક પર અપહરણ કરીને લઈ જનારને પણ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જોકે ત્યાં અપહરણ કરનારની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ સમાધાન કરાવીબાઇકની નુકશાની પેટે રૂ. 4000 અપાવ્યા હતા. અપહરણ કરી લૂંટ કરનારની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસે બાઇક રોંગ સાઈડે ચલાવનાર ખખડવાતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. યુવકે અાક્ષેપ કર્યો હતો કે સમાધાન કરાવનાર પોલીસ કર્મીઅે તેની પાસેથી રૂા. 1500 પડાવ્યા હતા.

પોલીસે પૈસા લીધાના અાક્ષેપની તપાસ કરાશે
રામનિવાસનું અપહરણ કરનાર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસે બાઇક પર જબરજસ્તી બેસાડનારને રૂ. 4000 અપાવ્યા હતા. તેટલું જ નહી આખો દિવસ આ કામગીરીમાં ધક્કા ખાધા હોવાનું કહી પોલીસે રામનિવાસ પાસે રૂ. 1500 પણ લીધા હોવાના આક્ષેપ થયા છે. એસીપી અલ્પેશ રાજગોરે જણાવ્યું હતું કે પોલીસ સામે જે આક્ષેપ થયા છે તે અંગે તપાસ કરાશે. પોલીસની જો કોઈ ભૂલ જણાશે તો તેની પણ કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...