તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા પોલીસની કાર્યવાહી:લવ-જેહાદનો રાજ્યનો પહેલો ગુનો, પણ પોલીસે આરોપીના રિમાન્ડ જ ન માગ્યા

વડોદરાએક મહિનો પહેલા
આરોપી સમીર અબ્દુલ કુરેશી.
  • મંજૂરી વગર ધર્મપરિવર્તન કરાવ્યું હોવાની કલમ ઉમેરાઈ
  • ગુનામાં મદદ કરનારા આરોપીઓને હજી પકડવાના બાકી છે

રાજ્યના પ્રથમ લવ-જેહાદ કેસમાં સમીરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે આરોપીના રિમાન્ડની માગણી કરી ન હતી. આ બનાવમાં હજી સહઆરોપીઓને પકડવાના બાકી છે તેમજ સમીરના ફોનમાંથી યુવતીઓના ફોટા મળ્યા હોઈ એની તપાસ જરૂરી છે ત્યારે રિમાન્ડની માગણી ન થતાં સમીરને અદાલતે જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

તપાસ અિધકારીએ જણાવ્યું હતું કે આરોપી સમીરનો ફોન કબજે કરવામાં આવ્યો છે, જયારે મૂળ ફરિયાદમાં મંજૂરી વગર ધર્મપરિવર્તન કરાવવા બદલની કલમ 5નો ઉમેરો જ્યારે ખોટું નામ ધારણ કરવા બદલ પણ કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીના મોબાઇલ ફોનમાંથી ભોગ બનનાર યુવતી સાથેના બીભત્સ ફોટોઝ પણ મળ્યા છે, જેથી મોબાઇલ ફોનની વધુ તપાસ માટે એફએસએલમાં મોકલવાની તજવીજ કરવામાં આવી છે.

બીજી તરફ, સમીરને મદદગારી કરનારા તેના પિતા અબ્દુલ કુરેશી, માતા ફરીદા, નણંદ રુકસાર તથા મિત્ર અલ્તાફ ચાૈહાણ અને નૌશાદ શેખ સહિતના શખસોની શોધખોળ આદરી હતી. જોકે તમામ હાલ ભૂગર્ભમાં જતાં રહ્યાં હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી તમામનાં આશ્રયસ્થાનોની માહિતી મેળવી તપાસ શરૂ કરાઇ છે. તમામ હાલોલ તરફ હોવાનું જણાતાં પોલીસની ટીમે ત્યાં પણ તપાસ કરી હતી. કાજીની ભૂમિકા તથા ગર્ભપાત કરાવનારા ડોકટરની સંડોવણીની પણ તપાસ ચાલી રહી છે. રિમાન્ડ અંગે પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે મોબાઇલ કબજે થઇ ગયો હોઈ રિમાન્ડની માગણી કરવામાં આવી નથી.

દલિત યુવતી સાથે નિકાહ કર્યા બાદ સમીરે ડેડિયાપાડાની યુવતી સાથે લગ્ન નક્કી કર્યા હતા
વડોદરાના ચકચારી લવ-જેહાદની ઘટનામાં સમીરની એક પછી એક અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી રહી છે. દલિત યુવતી સાથે લગ્ન કર્યા બાદ સમીર કુરેશીએ તેના સમાજની ડેડિયાપડા ખાતે રહેતી અન્ય એક યુવતી સાથે નક્કી કર્યા હતા. દલિત યુવતીએ એનો વિરોધ કરતાં તારે આની સાથે જ રહેવું પડશે એમ તેને સમીર કુરેશી દ્વારા કહેવામાં આવ્યું હતું.

વડોદરા શહેરની દલિત યુવતીને ખ્રિસ્તી નામ ધારણ કરી તરસાલીમાં મટનનો ધંધો કરતા સલીમ કુરેશીએ ફસાવી હતી. એની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાદ તેને ગર્ભવતી બનાવી હતી, જેમાં તેણે જબરદસ્તી તેનું એબોર્શન પણ કરાવ્યું હતું. ત્યાર બાદ નિકાહનામું કરી તેને જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યાર બાદ યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સમીર કુરેશીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતી સાથે લગ્ન કર્યા બાદ તેનું ડેડિયાપાડાની તેના સમાજની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યું હતું. આ સમયે યુવતીને તેના પિયરમાં રહેવા જણાવાયું હતું. સમીરનું નક્કી થયું હોવાની જાણ યુવતીને થતાં તેણે આ અંગે વિરોધ કર્યો હતો, પરંતુ સમીરે તેને કહ્યું હતું કે તારે મારી પત્ની સાથે બીજી પત્ની બનીને રહેવું પડશે. આ સિવાય સમીર અન્ય હિન્દુ યુવતીઓના સંપર્ક હોવાનો ચોંકાવનારી બાબત પણ સામે આવી છે.