• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Police Commissioner Ordered An Inquiry Into The Allegations Against Oasis, But The Chief Trustee Of The Organization Did Not Report The Incident To The Police Or The Victim's Family.

વડોદરા ગેંગરેપ:ઓએસિસ સામે થયેલા આક્ષેપો મામલે પોલીસ કમિ.ના તપાસના આદેશ, સંસ્થાના મુખ્ય ટ્રસ્ટીએ પોલીસ અને પીડિતાના પરિવારને ઘટનાની જાણ નહોતી કરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બુદ્ધીજીવીઓ અને રાજકીય અગ્રણીઓએ ઓએસિસ સંસ્થા સામે તપાસ કરવા માગણી કરી હતી - Divya Bhaskar
બુદ્ધીજીવીઓ અને રાજકીય અગ્રણીઓએ ઓએસિસ સંસ્થા સામે તપાસ કરવા માગણી કરી હતી
  • પોલીસ કમિશનરે એસીપી ક્રાઇમને તપાસ કરીને રિપોર્ટ કરવા જણાવ્યું છે
  • ઓએસિસ સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરવા માગણી કરાઇ હતી

વડોદરામાં યુવતી પર થયેલા ગેંગરેપ બાદ ઓએસિસ સામે થયેલા આક્ષેપોને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનરે તપાસનો આદેશ કર્યો છે. પોલીસ કમિશનરે એસીપી ક્રાઇમ ડી.એસ. ચૌહાણને તપાસ કરીને રિપોર્ટ કરવા જણાવ્યું છે. પોલીસ કમિશનરને એવી ફરિયાદો મળી છે કે, ઓએસિસ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી અને સેક્રેટરીને પોતાની સંસ્થા સાથે જોડાયેલી યુવતી સાથે બનેલા અઘટિત બનાવ અંગેની જાણ હોવા છતાં પોલીસને તેમજ પીડિતાના પરિવારને જાણ કરી ન હતી અને ઢાંકપિછોડો કર્યો હતો. આ ઉપરાંત આ સંસ્થા પર બુદ્ધીજીવીઓ અને રાજકીય અગ્રણીઓએ તપાસ કરવા માગણી કરી હતી અને સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરવા માગણી કરાઇ હતી.

યુવતીના રહસ્યમય મોત બાદ ઓએસિસ સંસ્થા વિવાદમાં આવી
21 વર્ષ પૂર્વે વિવાદમાં આવેલી ઓએસિસ સંસ્થા પુનઃ એકવાર સંસ્થા સાથે સંકળાયેલી યુવતીના રહસ્યમય મોત બાદ વિવાદમાં આવી છે. ત્યારે આ સંસ્થાને નજીકથી જાણતા કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સંસ્થાના મુખ્ય સંચાલક સંજીવ શાહ પોતાની જાતને કૃષ્ણનો અવતાર ગણાવતો હતો અને કૃષ્ણલીલાનાં નામે નગ્ન નાચ કરતો હતો. શિક્ષીત યુવાનો અને યુવતીઓને ગેરમાર્ગે દોરીને પોતાની સંસ્થામાં અશોભનીય પ્રવૃત્તીઓ કરાવતા નવસારીની આશાસ્પદ યુવતીને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી

પોલીસ પણ અંધારામાં ફાંફા મારે છે
વડોદરા દુષ્કર્મ કેસમાં મામલો દિવસેને દિવસે વધારે ગુંચવાતો જઇ રહ્યો છે. જેમ જેમ તપાસ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ નવા નવા ઘટસ્ફોટ થતા જાય છે. પહેલા માત્ર આત્મહત્યાનો કિસ્સો હતો તે ધીરે ધીરે દુષ્કર્મનો ત્યાર બાદ સામુહિક દુષ્કર્મનો અને ત્યાર બાદ હત્યાની આશંકાના તાણાવાણા વચ્ચે તપાસ ચાલી રહી છે. પોલીસ પણ અંધારામાં ફાંફા મારતી હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ યુવતી જે સંસ્થા સાથે સંકળાયેલી છે તે સંસ્થા પણ વિવાદિત છે. આ સંસ્થાની જેમ જેમ તપાસ થાય છે તેમ તેમ તે વધારેને વધારે વિવાદિત બનતી જઇ રહી છે.

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોરબના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોરબના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોરબના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે ફરિયાદી બની અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો
વડોદરામાં યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. પીડિતાએ ડાયરીમાં લખેલા લખાણના પછીના પેજને ઓએસિસ સંસ્થાની કાર્યકરે ફાડી નાંખ્યા હોવાનો આરોપ પોલીસે પોલીસ ફરિયાદમાં કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...