તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ વસુલાત:પોલીસ-પાલિકાએ માસ્કના દંડ પેટે લોકો પાસેથી રૂ14.40 કરોડ વસૂલ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જીપીએમસી એક્ટમાં દંડની જોગવાઈ નથી તેવો સામાજિક કાર્યકરનો દાવો
  • પોલીસે 1.70 લાખ કેસ કરી 13.96 કરોડ તો પાલિકાની JET દ્વારા 43.81 લાખ વસૂલ્યા

કોરોના કાળ ચાલી રહ્યો છે અને લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે ત્યારે પાલિકા અને પોલીસે માસ્ક વગર નીકળવા બદલ રૂ.14.40 કરોડનો દંડ એક વર્ષમાં વસુલ કર્યો છે.જોકે,જીપીએમસી એક્ટમાં જોગવાઈ ન હોવાથી પાલિકાએ નિયમ વિરુદ્ધ દંડ લીધો હોવાનો આક્ષેપ થતા હોબાળો મચી ગયો છે.માસ્ક મુદ્દે પાલિકા દ્વારા રૂ.43.81 લાખના દંડની વસૂલાત કરવામાં આવી હોવાની વિગતો માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી સપાટી પર આવી છે.

તેવી જ રીતે પોલીસે ગૃહ વિભાગ ના જાહેરનામા મુજબ માસ્ક વગરના લોકો સામે 1,70,880 કેસ કરી રૂ 13,96,25,000નો દંડ 1 વર્ષમાં વસુલ કર્યો છે.ખાસ કરીને કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ હતી. જેમાં ઘણા લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે તો સાથોસાથ નોકરી ધંધાને પણ માઠી અસર પહોંચતા ઘણા લોકો બેકાર બન્યા છે. આવા કપરા સમયે સેવાભાવી સંસ્થાઓ અને યુવકો દ્વારા બનતી સહાય પુરી પાડવામાં આવી હતી તો બીજી તરફ આ મહામારીમાં પાલિકા દ્વારા માસ્ક નહિ પહેરવા મુદ્દે લોકો પાસેથી દંડ ઉઘરાવવાનો નિર્ણય લીધો હતો .

આ નિર્ણયની જી.પી.એમ.સી એક્ટ મા જોગવાઈ નથી તેવો દાવો કરતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે અધિકારીઓ અને પદાધિકારીઓએ માસ્કના નામે દંડ ઉઘરાવવાનો નિર્ણય લઇ પોલીસની ભૂમિકા ભજવી હોય તેમ લાગી રહ્યું છે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ કરેલી આરટીઆઇમાં પોલીસ અને પાલિકાની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તથા વહીવટી વોર્ડ ના જવાબદાર અધિકારીઓ દ્વારા માસ્કના મુદ્દે લાચાર નગરજનો પાસેથી દંડ પેટે રૂ.43.81 લાખની માતબર રકમ વસૂલવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે. આ અંગે અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે , આ સમગ્ર ઘટના મામલે તપાસ કરી પાલિકાએ દંડની ખોટી રીતે વસૂલાત કરી હોય તો આ નાણાં નગરજનોને પાછા આપવામાં આવે અથવા નગરજનોની સહાયમાં આ નાણાંનો ઉપયોગ થવો જોઈએ .

કયા વૉર્ડમાં કેટલો દંડ વસૂલ કરાયો?
વૉર્ડ ન.દંડ (રૂ.)
16,22,750
22,72,500
34,27,300
45,59,250
53,81,700
61,73,400
75,12,100
875,000
93,44,200
102,91,500
112,59,000
124,62,400
કુલ43,81,100
અન્ય સમાચારો પણ છે...